• Home
  • News
  • અદાણીને ઝટકો, લેટર રોગેટરી ઈસ્યૂ કરવાના હાઈકોર્ટના ઓર્ડર પર સુપ્રીમકોર્ટે સ્ટે મૂક્યો
post

કોલસા આયાતમાં અદાણી સામે રૂ. 29 હજાર કરોડની અનિયમિતતાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 09:19:36

નવી દિલ્હી: અદાણી કોલ ઈમ્પોર્ટ કેસમાં ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) દ્વારા 14 દેશને ઈસ્યૂ કરાયેલી લેટર રોગેટરી (એલઆર) રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના ઓક્ટોબર 2017ના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. કથિત રીતે કરાયેલી રૂ. 29 હજાર કરોડના ઓવર-ઈનવોઈસને લગતી અનિયમિતતાને પગલે ડીઆરઆઈએ સિંગારોર અને યુએઈ સહિતના દેશો પાસેથી માહિતી માંગવા એલઆર ઈસ્યૂ કરી હતી. અદાણી એન્ટરપ્રાઈઝીસ લિ. દ્વારા ઈન્ડોનેશિયાથી કોલસાની આયાત કરવા સાથે કેસ સંકળાયેલો છે. કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. . બોબડેએ નોંધ્યું કે, ‘ હુકમ ડીઆરઆઈના પુરાવા ભેગા કરવાના અધિકાર વિરુદ્ધ છે.’


અદાણી વતી એડવોકેટ વિક્રમ નાનકાણીએ દલીલ કરી હતી કે, ‘ કેસની તપાસ કરવા અમે જાન્યુઆરી 2018માં ડીઆરઆઈને તમામ પેપર્સ સોંપ્યા હતા.’ ડીઆરઆઈએ કરેલી અરજી મુદ્દે સુનાવણી ચાલી રહી હતી, જેની રજૂઆત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. મહેતાએ દલીલ કરી હતી કે, હાઈકોર્ટનો હુકમ આડકતરી રીતે ડીઆરઆઈને પુરાવા ભેગા કરતા રોકે છે. કેસ કોલસા આયાતમાં ઓવર ઈન્વોઈસને લગતો છે. ઈન્ડોનેશિયાથી કોલસો આયાત કરવાના કેસમાં અમે હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે માંગીએ છીએ. કેસમાં લેટર રોગેટરી અદાણીને નહીં પણ વિદેશી કંપનીઓને ઈસ્યૂ કરાઈ છે. દરમિયાન અદાણીના વકીલે સ્ટેનો વિરોધ કરતા ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ બી.આર. ગવાણી અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે કહ્યું કે, પ્રક્રિયા તમારા હકો પર તરાપ નથી મારતી. બાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને ડીઆરઆઈની અરજીનો બે અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, કેસ 2011થી 2015 વચ્ચે ઈન્ડોનેશિયાથી આયાત કરાયેલા કોલસાને લગતો છે. તેને લગતી અનિયમિતતાની તપાસ 2016માં શરૂ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post