• Home
  • News
  • પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટ Vs સરકાર:કોર્ટે કહ્યું- પંજાબમાં ચૂંટણી માટે 21 અબજ રૂપિયા રિલીઝ કરો, શાહબાઝ સરકારનું મૌન
post

રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ખુલ્લેઆમ ઈમરાનની વકીલાત કરી રહ્યા છે. તેઓ વારંવાર સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:09:40

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો કે પંજાબ પ્રાંતમાં ચૂંટણી માટે સરકાર ચૂંટણી પંચને 21 અબજ રૂપિયા આપે. આ માટે 10 એપ્રિલ છેલ્લી તારીખ છે.

બીજી તરફ ચૂંટણી પંચે રવિવારે સ્પષ્ટ કર્યું છે કે રૂપિયા મળવાની વાત તો દૂર, અત્યાર સુધી સરકારે તેમનો કોઈપણ સ્વરૂપે સંપર્ક પણ કર્યો નથી. સરકારના સૂત્રોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી હકીકતમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.

સરકાર શું ઈચ્છે છે

·         સરકારનું કહેવું છે કે ઓક્ટોબરમાં જનરલ ઇલેક્શન શિડ્યુઅલ છે. જેથી પંજાબ સહિત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ જનરલ ઇલેક્શન સાથે થવી જોઈએ. તેનું કારણ એ છે કે દેશ કંગાળ થવાના આરે છે, કારણ કે IMF અને વર્લ્ડ બેંક સિવાય મિત્ર દેશો પણ લોન આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં બે વખત ચૂંટણી પાછળ ખર્ચ કરવાને બદલે તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવામાં આવે તે સારું રહેશે. સાઉદી અરેબિયા ચાર મહિનાથી 2 બિલિયન ડોલરનું વચન આપી રહ્યું છે, પરંતુ તે હજી સુધી પાકિસ્તાન સરકાર સુધી પહોંચ્યું નથી.

·         ધારો કે સાઉદી 2 બિલિયન ડૉલર આપે તો પણ મે મહિનાના અંત સુધીમાં પાકિસ્તાને માત્ર 6 બિલિયન ડૉલરના લોનના હપ્તા ચૂકવવાના છે, આવી સ્થિતિમાં સરકાર આ હપ્તાઓ કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે. તે પણ જ્યારે પેટ્રોલ અને ગેસ ખરીદવા માટે તેમની તિજોરીમાં પૈસા નથી.

·         આ જ કારણ છે કે અત્યાર સુધી સરકારે ચૂંટણી પંચને કોઈ ફંડ આપ્યું નથી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સેનાને ચૂંટણી ડ્યુટી માટેના અધિકારીઓ અને જવાનોના નામ ચૂંટણી પંચને આપવાનો આદેશ આપ્યો છે. સેનાએ પણ આવું કરવાની ના પાડી દીધી છે. સેનાએ કોર્ટને કહ્યું- દેશના ઘણા ભાગોમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યા છે. તેથી, આ સમયે ફોર્સ અલોર્ટ કરવી શક્ય નથી.

 

તણાવ હજુ વધશે

·         પંજાબ પ્રાંતમાં ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ પર દબાણ વધારી રહ્યા છે. બીજી તરફ હકીકત એ છે કે ચૂંટણી પંચ પાસે પોતાનું કોઈ ફંડ નથી. ચૂંટણી કરાવવા માટે તેઓ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. સ્વાભાવિક છે કે જ્યારે સરકાર ફંડ નહીં આપે તો ચૂંટણી પંચ ચૂંટણી કરાવી શકશે નહીં.

·         'જિયો ન્યૂઝ' અનુસાર, સરકાર પાસે ઇકોનોમિક કોઓર્ડિનેશન સમિતિ છે. તેમની બેઠક બાદ એ નક્કી કરી શકાશે કે ચૂંટણી પંચને ફંડ ક્યારે પૂરું પાડવામાં આવશે. સોમવારે ડેડલાઈન પૂરી થઈ રહી છે, ફંડ રિલીઝ કરવાની વાત તો દૂર, સરકારે આ કમિટીની મિટિંગ પણ બોલાવી નથી. મીટિંગ માટે નોટિસ પીરિયડ માત્ર 7 દિવસનો છે. સમિતિની બેઠક પછી વડા પ્રધાન ફંડ રિલીઝની સૂચના પર હસ્તાક્ષર કરે છે.

·         જો સોમવાર, 10 એપ્રિલ એટલે કે આજે ચૂંટણી પંચને ફંડ નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સરકાર પાસેથી જવાબ માગશે અને તે પછી સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ વધશે તેની ખાતરી છે.

 

14 મે સુધી ચૂંટણી થઇ શકશે નહીં

·         આ કિસ્સામાં એક રસપ્રદ વાત છે. ઈમરાન ખાનની પાર્ટીએ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પંજાબ માટે 14 મેની તારીખ નક્કી કરી છે, પરંતુ ખૈબર વિશે કશું કહ્યું નથી. જેનું કારણ એ છે કે પંજાબ પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે અને એવું માનવામાં આવે છે કે અહીં જે પક્ષ શાસન કરે છે તે જ કેન્દ્રમાં સરકાર બનાવે છે.

·         અત્યારે અહીં ઇમરાનની પાર્ટી મજબૂત છે અને આ જ કારણ છે કે તે અહીં વહેલી તકે ચૂંટણી કરાવવા માગે છે. સુપ્રીમ કોર્ટ કેટલી નિષ્પક્ષ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે એક પછી એક 17 કેસમાં ઈમરાનને જામીન આપ્યા છે. એટલું જ નહીં, ખાન સામેના ચાર અત્યંત ગંભીર કેસમાં ધરપકડ વોરંટ તો રદ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, તેને હાજર થવામાંથી પણ રાહત આપવામાં આવી હતી. સ્થિતિ એવી બની ગઈ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલ સામે તેમના જ સાથી જજ ખુલ્લેઆમ સામે આવ્યા છે. આ ન્યાયાધીશોનો આરોપ છે કે બાંદિયાલ ઈમરાનનું સમર્થન કરી રહ્યા છે અને તેમના કારણે લોકોનો સુપ્રીમ કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

·         રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ખુલ્લેઆમ ઈમરાનની વકીલાત કરી રહ્યા છે. તેઓ વારંવાર સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. આ જ કારણ છે કે વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પદની મર્યાદા જાળવી રાખવાની અપીલ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post