• Home
  • News
  • સુશાંતની છેલ્લી ફિલ્મની કો-સ્ટાર સંજના સાંઘીને મળી મોટા બજેટની ફિલ્મ 'ઓમ', એક્શન ડ્રામામાં આદિત્ય કપૂર પણ સામેલ
post

આ ફિલ્મ માટે સંજના પહેલાં તારા સુતરિયા, દિશા પટનીનું નામ પણ સામે આવી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 11:16:30

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'થી ડેબ્યુ કરનારી સંજના સાંઘીને મોટા બજેટની ફિલ્મ મળી ગઈ છે. અહમદ ખાનના એક્શન ડ્રામા 'ઓમ'માં સંજનાની ઓપોઝિટ આદિત્ય રોય કપૂર હશે. ફિલ્મ માટે આદિત્યે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મ માટે સંજના પહેલાં તારા સુતરિયા, દિશા પટનીનું નામ પણ સામે આવી રહ્યું હતું.

સંજના પણ કરશે જબરદસ્ત એક્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર અહમદ એક નવો ફેસ શોધી રહ્યા હતા જે માત્ર આદિત્ય સાથે પરફેક્ટ કેમેસ્ટ્રી બતાવે એટલું જ નહીં પરંતુ ફ્રેશ ફેસ પણ હોય. સંજના આદિત્યના લવ ઇન્ટરેસ્ટના રૂપમાં હશે અને સાથે એક્શન કરતી પણ જોવા મળશે. સંજના પણ ફિલ્મની સ્ટોરીથી ઈમ્પ્રેસ થઇ અને તેણે ફિલ્મ સાઈન કરી લીધી.

અહમદ આ ફિલ્મને 2021ના શરૂઆતમાં જ પૂરી કરી નાખવા ઈચ્છે છે. માટે તે તારા અને દિશાની રાહ જોઈ શકતા ન હતા કારણકે તે ઓલરેડી અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. જ્યારે સંજના પાસે અત્યારે કોઈ બીજું મેજર કમિટમેન્ટ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post