• Home
  • News
  • પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે તાલિબાનોની સાંઠગાંઠ
post

અમેરિકન વિદેશમંત્રી પોમ્પિયોની તાલિબાનો સાથે મુલાકાત વચ્ચે ઘટસ્ફોટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:09:21

વોશિંગ્ટન: પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે તાલિબાનોની સાંઠગાંઠ હોવાનો ફરી એકવાર ઘટસ્ફોટ થયો છે. તાલિબાન આતંકીઓ ISI અધિકારીઓને ઈચ્છે ત્યારે મળી શકે છે. તાલિબાનોના કતાર સ્થિત પ્રતિનિધિઓની કબૂલાત પછી જ આ વાતનો ઘટસ્ફોટ થયો છે. અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિયોની તાલિબાનો સાથે મુલાકાત થવાની છે ત્યારે જ આ ઘટસ્ફોટથી અમેરિકા અને તાલિબાનોનાં સમીકરણો બદલાઈ શકે છે. આ આતંકી જૂથોએ અફઘાનિસ્તાન ટાઈમ્સને લખેલા પત્રમાં કહ્યું છે કે અમારી બેઠકમાં ISI પણ દરેક સ્તરે સામેલ હતું. આ પત્રમાં આમિરખાન મોટોકીને ISIનો ચાવીરૂપ માણસ ગણાવીને કહેવાયું છે કે તે શાંતિ કરારના એક દિવસ પહેલાં કતાર પહોંચી ગયો હતો. 


અબ્દુલ્લા રાતોરાત બંધારણ બદલવા માંગે છે, જે શક્ય નથી: ગની 
પોમ્પિયોએ અબ્દુલ્લા અબ્દુલ્લાની પણ મુલાકાત લીધી હતી. તેમાં અફઘાનિસ્તાનમાં સરકાર રચવાને લઈને કોઈ સંમતિ બની શકી ન હતી. આ અંગે ગનીએ કહ્યું કે મેં અબ્દુલ્લા સાથે વાત કરી. તેઓ રાતોરાત બંધારણ બદલવા પર ભાર મૂકી રહ્યા છે, જે શક્ય નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post