• Home
  • News
  • Taliban નો કાબુલમાં હુમલો, સૂચના દિગ્દર્શક Dawa Khan Menapal ની હત્યા કરી
post

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓની વાપસી બાદથી તાલિબાની આતંકીઓએ કત્લેઆમ ચલાવી છે. હવે તાલિબાને અફઘાનિસ્તાન સરકારના મીડિયા અને સૂચના ડાયરેક્ટરની હત્યા કરી નાખી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 13:44:58

કાબુલ: અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓની વાપસી બાદથી તાલિબાની આતંકીઓએ કત્લેઆમ ચલાવી છે. હવે તાલિબાને અફઘાનિસ્તાન સરકારના મીડિયા અને સૂચના ડાયરેક્ટરની હત્યા કરી નાખી છે. 

પાકિસ્તાનની પોલ ખોલી રહ્યા હતા દાવા ખાન
ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ દાવા ખાન મેનપાલ (Dawa Khan Menapal) અફઘાનિસ્તાન સરકારમાં મીડિયા અને સૂચના ડાયરેક્ટર હતા. તેઓ સતત અફઘાન સરકારની વાતો અને સ્ટેન્ડને ટ્વીટ કરતા હતા. તાલિબાનના હુમલા તેજ થયા બાદથી તેઓ છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની પ્રોક્સી વોરની સતત પોલ ખોલી રહ્યા હતા. 

શુક્રવારે તાલિબાને કરી હત્યા
તેઓ શુક્રવારે કાબુલના દારૂલ અમન રોડ પર હતા. ત્યારે જ તાલિબાનના બંદૂકધારી આતંકવાદીઓ તેમના પર ગોળીઓનો વરસાદ કરી હત્યા કરી નાખી. આ ઘટના બાદ તાલિબાને આ હુમલાની જવાબદારી લીધઈ. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે દાવા ખાનને તેમના કાર્યો માટે દંડિત કરાયા છે. 

સરકારે જતાવ્યો શોક
અફઘાનિસ્તાની ગૃહ મંત્રાલયના પ્રવક્તા મીરવાઈસ સ્ટાનિકઝઈએ દાવા ખાનની હત્યાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે ક્રુર આતંકીઓએ એકવાર ફરીથી કાયરતાપૂર્ણ કામ કર્યું છે. એક દેશભક્ત અફઘાનને શહીદ કરી દીધો. 

અફઘાનિસ્તાનના 100 જિલ્લા પર કબ્જો
અત્રે જણાવવાનું કે તાલિબાને અફઘાનિસ્તાનના સુરક્ષા દળો પર હુમલાની સાથે સાથે નાગરિકોની પણ કત્લેઆમ મચાવવાની શરૂ કરી દીધી છે. તાલિબાની આતંકી અફઘાનિસ્તાનમાં 100થી વધુ જિલ્લા પર કબ્જો જમાવી ચૂક્યા છે. તેમના વધતા પ્રભુત્વને જોતા જલદી અફઘાનિસ્તાનનો મોટો હિસ્સો તાલિબાનના કબ્જામાં જવાની આશંકા જતાવવામાં આવી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post