• Home
  • News
  • તાલિબાનનો નવો હુકમ: હવે અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટીનો અભ્યાસ નહી કરી શકે મહિલાઓ
post

3 મહિના પહેલાં જ મહિલાઓએ આપી હતી એક્ઝામ

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 18:54:02

તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓના યુનિવર્સિટીમાં અભ્યાસ પર સંપૂર્ણપણે મનાઇ લગાવી દીધી છે. તાલિબાનના હાયર એજ્યુકેશન મિનિસ્ટર નેદા મોહમ્મદ નદીમે બધી સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને એક લેટર લખ્યો છે. તેમાં કહ્યું છે કે હવે પછી જ્યાં સુધી બીજી નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે.

આ નિર્ણયને લઇને સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચિંતા વ્યક્ત કરી છે. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે બુધવારે કહ્યું કે આ છોકરીઓ અને મહિલાઓના માનવ અધિકારોનું હનન છે. તો અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું કે તાલિબાનને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીનો મેમ્બર નથી માનવામાં આવતું.

અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓમાં આક્રોશ
BBC
સાથેની વાતચીતમાં અફઘાનિસ્તાનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ કહ્યું- તાલિબાને તે એકમમાત્ર પુલને નષ્ટ કરી દીધો, જે મને મારા ભવિષ્ય સાથે જોડતો હતો. મને ભરોસો છે કે હું અભ્યાસ કરી મારી જિંદગી બદલી શકું છું, પરંતુ તાલિબાને મારી આશાઓ ઉપર પાણી ફેરવી દીધું.

તાલિબાને પહેલાં પણ છોકરીઓનો અભ્યાસ છોડાવ્યો
જણાવી દઇએ કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી છોકરીઓના અભ્યાસ પર એક નિવેદન આપ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે છોકરાઓની સ્કૂલમાં છોકરીઓ નહીં ભણી શકે. તેમને કેવળ મહિલા ટીચર કે વૃદ્ધ પુરુષ ભણાવી શકે છે. તાલિબાને સ્કૂલમાં છોકરા અને છોકરીઓને એકસાથે બેસવા પર પણ નિષેધ લગાવ્યો હતો. તેમની સેકન્ડરી સ્કૂલના અભ્યાસ પર પણ મનાઇ લગાવી દીધી હતી.

3 મહિના પહેલાં જ મહિલાઓએ આપી હતી એક્ઝામ
તાલિબાને 3 મહિના પહેલાં જ મહિલાઓને યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામમાં બેસવા પર મંજૂરી આપી હતી. હજારો યુવતીઓ અને મહિલાઓએ અફઘાનિસ્તાનનાં કેટલાંય રાજ્યોમાં એક્ઝામ આપી હતી. જોકે યુનિવર્સિટીમાં વિષયોની પસંદગીને લઇને તાલિબાને પ્રતિબંધો લગાવ્યા હતા. મહિલાઓ એન્જિનિયરિંગ, ઇકોનોમિક્સ, સાયન્સ અને એગ્રીકલ્ચર જેવા વિષય ભણી નથી શકતી.

તાલિબાનને આતંકવાદી સંગઠન માનવામાં આવે છે
ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં તાલિબાનને આતંકી સંગઠન માનવામાં આવે છે. દુનિયાના કેટલાય દેશ આને સરકારનો દરજ્જો નથી આપતા. તાલિબાને દેશમાં ઇસ્લામિક કાનૂન લાગુ કરેલો છે. મહિલાઓ પર હિજાબ પહેરવા, પાર્ક, જિમ અને સ્વિમિંગ પૂલ જેવી જગાઓ પર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. હવે તે છોકરીઓના અભ્યાસ પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે.

adv

Related News

post
post
post
post
post
post
post