• Home
  • News
  • દરિયામાં આગળ વધ્યું વાવાઝોડું:ચેન્નઈમાં સતત વરસાદ, કરુણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયું; તામિલનાડુ-આંધ્રમાં રેસ્ક્યૂ ટીમો તહેનાત
post

આજે તામિલનાડુ અને પુડુચેરી દરિયાકિનારે અથડાશે નિવાર, મોદીએ બંને રાજ્યના CM સાથે ચર્ચા કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 09:51:45

બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન નિવારે ઝડપ પકડી છે. ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પૂર્વ સીએમ કરુણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયાં છે અને તેનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગે નિવાર ચક્રવાત એક જોખમી સાઈક્લોનમાં તબદિલ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ તોફાનનો સામનો કરવા માટે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટ્રૂપર્સ તહેનાત કરાયા છે. એવા 800 ટ્રૂપર્સ સ્ટેન્ડબાય રખાયા છે. રેલવેએ 12 અપડાઉન ટ્રેન રદ કરી છે. નિવાર બુધવાર બપોરથી સાંજ સુધીમાં તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારે અથડાઈ શકે છે. નિવાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મોદીએ બંને સીએમને શક્ય તેટલી મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

વાવાઝોડું આવે એ પહેલાં જ તામિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે બુધવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

અપડેટ્સ

·         IMD દિલ્હીના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ કહ્યું છે કે નિવાર ચક્રવાત મંગળવારે બપોરે ચેન્નઈના દક્ષિણ-પશ્ચિમમાં 50 કિલોમીટરના અંતરે હતું. એ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. એ તામિલનાડુ તટ તરફ આગળ વધશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પુડુચેરીના તટથી બુધવારે સાંજે 5 વાગે અથડાશે. એમાં વધુ ઝડપ આવવાની શક્યતા છે.

·         IMD ચેન્નઈના વૈજ્ઞાનિક એસ. બાલાચંદ્રને કહ્યું- ચક્રવાતી વાવાઝોડું નિવાર બુધવાર સાંજ સુધીમાં પુડુચેરીના કરઈકલ અને મમલ્લાપુરમ પહોંચશે. વાવાઝોડાની અસરથી તામિલનાડુમાં 27 નવેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે.

કોસ્ટ ગાર્ડનાં 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત
વિનાશક તોફાન નિવારને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.

રાહત-બચાવ માટે એનડીઆરએફની 30 ટીમ તૈયાર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ચાર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં વધુ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post