• Home
  • News
  • પાકિસ્તાનના મંત્રીનું કોરોના માટે નવું ગણિત, કહ્યું-પગનું ધ્યાન રાખો, નહિ તો વાઇરસ નીચેથી આવી જશે
post

પાકિસ્તાનની પત્રકાર નાઈલ ઇનાયતે મંત્રીની સ્પીચનો આ વીડિયો શેર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:52:30

ઇસ્લામાબાદ: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસની રસી હજુ સુધી શોધાઈ નથી, પણ તેનાથી બચવા લોકોને વારંવાર હાથ ધોવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને ફેસ માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાત આખી દુનિયાને લાગુ પડે છે, પણ પાકિસ્તાનના મંત્રીએ કોરોના વાઈરસથી બચવા નવું ગણિત ઉમેર્યું છે. પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગના સ્પેશિયલ અસિસ્ટન્ટ ડો. ફિરદોઝ આશિક અવન દેશવાસીઓને પગનું ધ્યાન રાખવાનું કહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે કોરોના વાઇરસ પગથી શરીરમાં ઘૂસે છે. 

પાકિસ્તાનની પત્રકાર નાઈલ ઇનાયતે મંત્રીની સ્પીચનો આ વીડિયો શેર કર્યો છે. સ્પીચમાં તેઓ બોલી રહ્યા છે, કોરોના વાઈરસથી બચવા માટે ખાલી ફેસ માસ્ક પહેરવું જરૂરી નથી. આખા શરીર અને પગનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ વાઈરસ નીચે એટલે કે પગમાંથી શરીરમાં આવી શકે છે. આ વીડિયોને 24 કલાકમાં 78 હજાર લોકોએ જોઈ લીધો છે. યુઝર્સ પીએમ ઇમરાન ખાનના આ મંત્રીની સૂઝબૂઝની મજાક ઉડાવી રહ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post