• Home
  • News
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:દિશા વાકાણીને ગળાનું કેન્સર? ભાઈ મયૂરે આવું કંઈ થયું હોવાની ચોખ્ખી ના પાડી
post

દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-12 19:08:32

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. દિશા વાકાણી 2017થી શોમાં જોવા મળતાં નથી. ચાહકો દિશા વાકાણીને ઘણી જ મિસ કરે છે. જોકે હવે તેમની તબિયત અંગે શૉકિંગ વાત સામે આવી છે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ વાત અફવા સાબિત થાય. દિવ્ય ભાસ્કરે દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણી સાથે વાત કરી હતી. તેણે આવું કંઈપણ થયું હોવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

શું થયું દિશાને?
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, દિશા વાકાણીને ગળાનું કેન્સર છે. આ બીમારી થવા પાછળનું કારણ સિરિયલમાં દયાબેન જે વિચિત્ર રીતે બોલતાં હતાં એ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

મયૂર વાકાણીએ શું કહ્યું?
મયૂર વાકાણીએ કહ્યું હતું, 'આ માત્ર એક અફવા છે. હું ચાહકોને વિનંતી કરીશ કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને પેનિક ના થાય. હું નિયમિત રીતે દિશાના સંપર્કમાં રહું છું અને કંઈપણ થયું હોત તો સૌ પહેલા મને જ આ વાતની જાણ થાત. દિશા એકદમ ઠીક છે અને તેને ખ્યાલ છે કે અફવાઓને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. તે આ બધી વાતોને હળવાશથી લે છે.'

અવાજ ભગવાનની ભેટ હોવાનું કહ્યું હતું
દિશા વાકાણીએ 2010માં એક ઇન્ટરવ્યુમાં સિરિયલમાં તે અલગ જ અવાજમાં બોલે છે એ અંગે વાત કરી હતી. દિશાએ કહ્યું હતું કે દર વખતે એક જ જેવો અવાજ જાળવી રાખવો બહુ જ મુશ્કેલ છે, પરંતુ ભગવાનને કારણે તેના અવાજમાં ક્યારેય વાંધો આવ્યો નથી અને તેને ગળાની કોઈ સમસ્યા પણ થઈ નથી. નોંધનીય છે કે દિશા વાકાણી એ સમયે રોજ 11-12 કલાક સુધી શૂટિંગ કરતી હતી.

કો-સ્ટારને આઘાત લાગ્યો
દિશા વાકાણીની કો-સ્ટાર જેનિફર મિસ્ત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેનિફરને જ્યારે આ વાત કહેવામાં આવી તો તેણે આઘાત અનુભવ્યો હતો. તેણે કહ્યું હતું કે મહિના પહેલાં જ દિશા સાથે વીડિયો કૉલ પર વાતચીત થઈ હતી, એ સમયે તેને કંઈ લાગ્યું નહોતું. તે ભગવાનને પ્રાર્થના કરે છે કે આ વાત માત્ર અફવા હોય. નોંધનીય છે કે જેનિફર મિસ્ત્રી સિરિયલમાં રોશનભાભીનું પાત્ર ભજવે છે.

દિલીપ જોષીએ શું કહ્યું?
એક મીડિયા ઇન્ટરવ્યુમાં દિલીપ જોષીને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.

આ વર્ષે દીકરાની માતા બની
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

adv

Related News

post
post
post
post
post
post
post