• Home
  • News
  • તાતા ગ્રુપ નહીં ખરીદે બિસ્લેરી:કંપનીના ફાઉન્ડર રમેશ ચૌહાણની દીકરી જયંતી સંભાળશે કંપનીની કમાન
post

પારલે એક્સપોર્ટ્સે 1969માં ઈટલીના એક બિઝનેસમેનથી બિસલેરીને ખરીદી લીધી હતી અને ભારતમાં મિનરલ વોટર વેચવાનું શરૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 17:23:25

તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ(TCPL) સાથે ડીલ કેન્સલ થયા પછી હવે જયંતી ચૌહાણ બિસ્લેરીની કમાન સંભાળશે. 42 વર્ષિય જયંતી બિસ્લેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણની દીકરી છે. 32% માર્કેટ શેર સાથે બિસ્લેરી 20,000 કરોડ રૂપિયાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સેગમેન્ટમાં લીડર છે.

બિસ્લેરીની વાઈસ ચેરપર્સન છે જયંતી ચૌહાણ
સોમવાર(20 માર્ચ)એ આવેલા ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, હવે જયંતી ચૌહાણ બિસ્લેરીની હેડ હશે. કારણ કે, TCPLએ પાણીની કંપની બિસ્લેરીને ખરીદવા મનાઈ કરી દીધી છે. તાતા સાથેની ડીલ કેન્સલ થયા પછી કંપનીએ જયંતીને હેડ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ જયંતી ચૌહાણ કંપનીની વાઈસ ચેરપર્સન તરીકે કામ કરી રહી છે.

જયંતી પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે
જયંતી એન્જલો જ્યોર્જના નેતૃત્વ વાળી પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે. જયંતી વર્ષોથી બિઝનેસ સાથે જોડાયેલી છે. બિસ્લેરીના પોર્ટફોલિયોના એક ભાગ વેદિકા બ્રાન્ડ પર તાજેતરના વર્ષોમાં તેમનું વધુ ફોકસ રહ્યું છે.

82 વર્ષિય રમેશ ચૌહાણે આ જ વર્ષની શરૂઆતમાં 7,000 કરોડ રૂપિયામાં તાતા ગ્રુપને બિસ્લેરી વેચવાની ડીલ કરી હતી. જોકે 18 માર્ચે આ ડીલ કેન્સલ થઈ ગઈ હતી.

વેલ્યુએશનના કારણે તાતા-બિસ્લેરી વચ્ચે વાત અટકી
તાતા કન્ઝ્યુમરે 3 દિવસ પહેલા એક એક્સચેન્જ ફાઈલિંગમાં બિસ્લેરી ખરીદવાની વાતચીત બંધ કરવાની માહિતી આપી હતી. ઈકોનોમિક ટાઈમ્સે નવેમ્બરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે બિસ્લેરી તાતા ગ્રુપ સાથે ડીલ માટે વાતચીત કરી રહી છે. તાજેતરમાં જ બ્લૂમબર્ગે પણ આ ડીલ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેલ્યુએશન પર સર્વસંમતિના અભાવે તાતા કન્ઝ્યુમર અને બિસ્લેરી વચ્ચે ડીલની વાતચીત અટકી ગઈ છે.

27 વર્ષની ઉંમરે મિનરલ વોટર વેચવાનું શરૂ કર્યું
​​​​​​​
ભારતમાં મિનરલ વોટર બ્રાન્ડ 'બિસલેરી'ને લોકપ્રિય બનાવનાર રમેશ ચૌહાણનો જન્મ 17 જૂન 1940ના રોજ મુંબઈમાં જયંતિલાલ અને જયા ચૌહાણને ત્યાં થયો હતો. તેના મિત્રો તેને પ્રેમથી RJC કહે છે. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે. હંમેશા પોતાના સમય કરતા આગળ જાણીતા, ચૌહાણે 27 વર્ષની ઉંમરે ભારતીય બજારમાં બોટલ્ડ મિનરલ વોટર બજારમાં વેચવાનું શરૂ કર્યું હતું.

પારલે એક્સપોર્ટ્સે 1969માં ઈટલીના એક બિઝનેસમેનથી બિસલેરીને ખરીદી લીધી હતી અને ભારતમાં મિનરલ વોટર વેચવાનું શરૂ કર્યું હતું. 50 વર્ષથી વધુની કરિયરમાં ચૌહાણે બિસલેરીને મિનરલ વોટરની ભારતની ટૉપ બ્રાન્ડ બનાવી દીધી હતી. ચૌહાણે પ્રીમિયમ નેચરલ મિનરલ વોટ બ્રાન્ડ વેદિકા પણ બનાવી છે. આ ઉપરાંત થમ્સઅપ, ગોલ્ડ સ્પોટ, સિટ્રા, માઝા અને લિમ્કા જેવી ઘણી બ્રાન્ડ બનાવનાર પણ ચૌહાણ જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post