• Home
  • News
  • ટાટા સન્સે એર એશિયાની રૂ. 2600 કરોડની ખોટ રાઇટ-ઓફ કરવી પડશે
post

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ સંપૂર્ણપણે હસ્તગત કરવા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 17:47:08

મુંબઇ : ટાટા સન્સે એરલાઇન્સ કંપની એરએશિયા ઇન્ડિયા માટે તેની કુલ રૂ. 2,600 કરોડની ખોટને રાઇટ ઓફ કે તેની જોગવાઇ કરવી પડી શકે છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયા કંપનીએ એરએશિયા ઇન્ડિયા ઇક્વિટી શેર કેપિટલને ખરીદી લીધા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ જૂનમાં જ એરઇન્ડિયાને એરએશિયાના શેર કેપિટલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એરએશિયા ઇન્ડિયામાં ટાટા સન્સનો 83.67 ટકા હિસ્સો છે. બાકીનો 16.33 ટકા હિસ્સો મલેશિયાના એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પાસે છે. 

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ સંપૂર્ણપણે હસ્તગત કરવા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરી છે એવુ મીડિયા અહેવાલમાં જાણવા મળ્યુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટાટા સન્સ અથવા એર ઈન્ડિયાની બેલેન્સ શીટમાં આ રાઈટ - ઓફનો સમાવેશ કરાશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.મીડિયા અહેવાલ અનુસર એક ઓડિટરના અહેવાલમાં એરએશિયા ઇન્ડિયા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે એરલાઇન્સ કંપનીની નેટવર્થ સંપૂર્ણપણે ધોવાઇ ગઇ છે અને તેની જવાબદારીઓ કે દેવું તેની હાલની એસેટ્સ કરતાં વધારે છે. એરએશિયા કંપની ઘણા સમયથી ખોટ કરી રહી છે અને તેમાંય કોરોના મહામારીએ કમરતોડ આર્થિક ફટકો માર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post