• Home
  • News
  • ચર્ચામાં તેજસ્વી યાદવ:તેજસ્વી IPLમાં 12મો ખેલાડી રહી ચૂક્યા છે, અન્ડર-15માં કોહલીના કેપ્ટન પણ હતા
post

કેમ કે બિહારમાં મહાગઠબંધન બહુમતીથી વંચિત પણ તેઓ સૌથી મોટો ચહેરો બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 09:43:45

જન્મ- 9 નવેમ્બર 1989
શિક્ષણ- ધો. 10માં સ્કૂલ ડ્રોપઆઉટ
પરિવાર- પિતા લાલુ યાદવ, માતા રાબડી દેવી, 8 ભાઇ-બહેન
સંપત્તિ- 5 કરોડ 88 લાખ (2020ની એફિડેવિટ મુજબ)

વાત 2010ની છે. દિલ્હીમાં રહેતા 21 વર્ષીય તેજસ્વી યાદવ આં.રા. ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમના પિતા લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની મદદ માટે પટણા આવી ગયા. પટણાથી દૂર રહેલા તેજસ્વી માટે રાજકારણ નવું નહોતું પણ તેઓ ધીમે-ધીમે ખરા અર્થમાં રાજકારણ શીખી રહ્યા હતા. 2010માં બિહારની ચૂંટણીમાં રાજદના ખરાબ દેખાવ બાદ તેજસ્વી પાછા દિલ્હી આવી ગયા પરંતુ ક્રિકેટમાં પણ તેઓ કાઠું ન કાઢી શક્યા.

ક્રિકેટના જાણકારોના કહેવા મુજબ, બિહારની પોતાની કોઇ ટીમ ન હોવાથી તેજસ્વીને રમવાની યોગ્ય તક ન મળી. મિડલ ઓર્ડર બેટ્સમેન અને ઑફ-સ્પિનર તેજસ્વીનું મન દિલ્હી અને પટણા વચ્ચે ઝૂલતું હતું. તાજેતરમાં સંપન્ન થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન ભલે બહુમતી ન મેળવી શક્યું હોય પણ તેજસ્વીના નેતૃત્ત્વ હેઠળ રાજદે 75 બેઠક જીતી છે. હવે લોકો તેમને રાજકારણના નિવડેલા ખેલાડી માની રહ્યા છે અને તેમનું સુકાનીપદ સ્વીકારી રહ્યા છે.

રાજકારણ: 2015માં પહેલી ચૂંટણી લડ્યા, 16 મહિના નાયબ મુખ્યમંત્રી રહ્યા
2014
માં રાજદના લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી તેજસ્વી યાદવે જ પિતા લાલુપ્રસાદ યાદવને નીતીશ કુમાર સાથે ગઠબંધન કરવાની સલાહ આપી હતી. 2015માં તેજસ્વી રાધોપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જે બેઠક રાબડી દેવી 2015માં હારી ગયા હતા. રાજદ અને જદયુના ગઠબંધને 2015માં વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યાર પછી 26 વર્ષીય તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, આ ગઠબંધન દોઢ જ વર્ષ ચાલ્યું અને તેજસ્વી યાદવ વિપક્ષના નેતા બની ગયા. આ દરમિયાન તેઓ વિધાનસભામાં સૌથી નાની ઉંમરના વિપક્ષના નેતા રહ્યા. તેજસ્વી યાદવના પક્ષે તેના મૂળિયા મજબૂત કરવા સૌથી પહેલા સોશિયલ મીડિયાનો સહારો લીધો. ઓક્ટોબર 2016માં તેમણે માર્ગ અને બાંધકામ મંત્રી તરીકે રસ્તાના રિપેરિંગ માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો. આ નંબર પર તેમને માર્ગ સંબંધિત ફરિયાદોની સાથે 44 હજાર યુવતીઓના લગ્નના પ્રસ્તાવ પણ આવ્યા હતા.

ક્રિકેટ રમવા ધો. 10માં અભ્યાસ છોડ્યો, સ્ટેટ તરફથી પણ રમ્યા
તેજસ્વીને બાળપણથી જ ક્રિકેટર બનવું હતું. 2002માં પૂર્વ ક્રિકેટર સબા કરીમ અને કોચ અશોક કુમારે પટણામાં કેમ્પ યોજીને 100 બાળકોને સિલેક્ટ કર્યા, જેમાં 10 વર્ષના તેજસ્વી પણ સામેલ હતા. 2003માં તેજસ્વી દિલ્હી જઇને નેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા. દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતી વખતે તેઓ રમતા રહ્યા. તેમણે ક્રિકેટર બનવા ધો. 10માં અભ્યાસ છોડી દીધો. આ દરમિયાન દિલ્હીની અન્ડર-13, અન્ડર-15 અને અન્ડર-17 ટીમ તરફથી રમ્યા. એક ઇન્ટરવ્યૂમાં તેજસ્વીએ જણાવ્યું કે તેઓ અન્ડર-15માં દિલ્હીના કેપ્ટન હતા ત્યારે ટીમે ઘણી મેચ જીતી. આ ટીમમાં વિરાટ કોહલી પણ હતો. તેજસ્વી 2008માં આઇપીએલની પહેલી સીઝનથી 2012 સુધી સતત 4 વર્ષ દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો હિસ્સો રહ્યા. ફ્રેન્ચાઇઝીએ તેમને 40 લાખ રૂ.માં ખરીદયા. જોકે, આ દરમિયાન તેઓ રિઝર્વ પ્લેયર રહ્યા. તેમને એક પણ મેચ રમવાની તક નહોતી મળી.

વિવાદ: 11 ગુનાઈત મામલા નોંધાયા
1. 2008
માં નવા વર્ષની પાર્ટી દરમિયાન અજ્ઞાત લોકોએ તેજસ્વી અને તેમના ભાઈ તેજપ્રતાપ સાથે મારપીટ કરી હતી. આ બંને ભાઈ પર કોઈ યુવતીની છેડતીનો આરોપ હતો. બે વર્ષ પહેલા સુશીલ મોદીએ ટ્વિટર પર આ વાત જાહેર કરી હતી. જોકે, આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.

2. લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની સાથે તેજસ્વી યાદવ પર આઈઆરસીટીસીની બે હોટેલના કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવાનો આરોપ હતો. લાલુપ્રસાદ યાદવ પર આરોપ હતો કે2.06માં રેલવે મંત્રી તરીકે તેમણે એક ખાનગી કંપનીને હોટેલ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને બદલામાં એક મોંઘો પ્લોટ લાંચ તરીકે લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post