• Home
  • News
  • સુપ્રીમ ચુકાદો:ટેલિકોમ કંપનીઓ AGRની ચુકવણી 10 વર્ષમાં કરી શકશે, ચુકવણીની ટાઈમલાઈન આગામી વર્ષે 1 એપ્રિલથી શરૂ
post

અનેક કંપનીઓએ આ બાકીનાં લેણાં 10 વર્ષમાં ચૂકવવાના રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 12:19:08

ટેલિકોમ કંપનીઓનાં બાકીનાં લેણાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ મામલે સુપ્રીમકોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. ભારતી એરટલે, વૉડાફોન આઈડિયા સહિત અનેક કંપનીઓએ આ બાકીનાં લેણાં 10 વર્ષમાં ચૂકવવાના રહેશે. તેના માટે અમુક શરતો સાથે આ મુદત અપાઈ છે.

જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે મંગળવારે કંપનીઓની બાકીના એજીઆરની ચુકવણી માટે 15થી 20 વર્ષની મુદત આપવા સંબંધિત માગ પણ ફગાવી દીધી હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અપાયેલા ચુકાદામાં કોર્ટે કહ્યું કે ચુકવણીની સમયસીમા આગામી વર્ષે 1 એપ્રિલથી શરૂ થશે. જોકે બાકીનાં લેણાંની 10 ટકા રકમની ચુકવણી 31 માર્ચ 2021 સુધી ટેલિકોમ વિભાગને કરવી પડશે. દર વર્ષે 7 ફેબ્રુઆરીએ ટેલિકોમ કંપનીઓને એજીઆરની નક્કી રકમ ચૂકવવી પડશે. તેનું ફરી વેલ્યૂએશન નહીં થાય. એટલે કે જે રકમ આજે નક્કી છે તે રકમ ચૂકવવી જ પડશે.

કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરો તથા સીઈઓએ બાકીનાં લેણાંની ચુકવણી વિશે ચાર સપ્તાહમાં વચન કે વ્યક્તિગત ગેરન્ટી આપવી પડશે. જો કંપનીઓ બાકીનાં લેણાં ચૂકવવામાં વિલંબ કે ડિફોલ્ટ કરે તો તેણે વ્યાજ અને દંડ પણ ભરવો પડશે. તેની સામે કોર્ટના આદેશોની અવમાનનાનો કેસ પણ ચાલશે. કોર્ટે કહ્યું કે દેવાળિયા પ્રક્રિયાથી પસાર થઈ રહેલી ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમના વેચાણ મુદ્દે એનસીએલટી નિર્ણય કરશે. કોર્ટે આ ચુકાદો 1.6 લાખ કરોડ રૂપિયાના બાકીના એજીઆરની ચુકવણીની સમયમર્યાદા સહિત અન્ય મુદ્દાઓ પર આપ્યો હતો. ટેલિકોમ વિભાગે શરત વિના માફીનામું દાખલ કરતા કોર્ટે તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી છે.

એરટેલે રૂ.3900 કરોડ તો આઈડિયાએ વાર્ષિક રૂ.7500 કરોડ ચૂકવવા પડી શકે

સ્થિતિ

એરટેલ

વૉડાફોન–Idea

કુલ એજીઆર

440,000

58,300

અત્યાર સુધી ચૂકવ્યું

18,000

7,900

બાકીનાં લેણાં

26,000

50,400

મુદત

10 વર્ષ

10 વર્ષ

વ્યાજદર (સંભવિત)

8%

8%

વાર્ષિક ચુકવણી

3,900

7,500

 

adv

Related News

post
post
post
post
post
post
post