• Home
  • News
  • પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં જ આતંકી હુમલો:આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ચારેય બાજુથી ઘેરી લીધું; ગ્રેનેડ ફેંક્યા, ફાયરિંગ કર્યું, 10નાં મોત
post

બલૂચ લિબરેશન આર્મી અને પાકિસ્તાન તાલિબાનના હુમલા તેજ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 18:05:47

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, આમાં 10 પોલીસકર્મીઓનાં મોત થયાં છે અને 6 ઘાયલ થયા છે. આ હુમલો ચૂંટણીના 3 દિવસ પહેલાં થયો. અહીં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું. અમે પણ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકીઓ નાસી છૂટ્યા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

હુમલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે

બલૂચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણી પંચના ગેટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો તેની માહિતી મળી નથી.

બલૂચ લિબરેશન આર્મી અને પાકિસ્તાન તાલિબાનના હુમલા તેજ થયા
જિયો ન્યૂઝ અનુસાર, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.

5 દિવસ પહેલાં ખૈબર પખ્તુનખ્વામાં એક ઉમેદવારની હત્યા કરવામાં આવેલી
8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. 31 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તુખ્વાના બજૌર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રેહાન ઝેબ ખાન હતું. રેહાનને ઈમરાનની પાર્ટીનું સમર્થન હતું અને તે નેશનલ એસેમ્બલી સીટ નંબર 8 પરથી ઉમેદવાર હતા. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. 'જિયો ન્યૂઝ' અનુસાર, પોલીસને હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ સુરાગ નથી મળ્યા.

adv

Related News

post
post
post
post
post
post
post