• Home
  • News
  • સાઉદી અરેબિયા પર આતંકી હુમલો:જેદ્દાહના ઓઈલ ડેપો પર રોકેટ હુમલા પછી આગ, અહીંથી ફોર્મ્યુલા વન રેસિંગ સ્થળ ખૂબ નજીક
post

હૂતી વિદ્રોહીઓએ શુક્રવારે સવારે જ ધમકી આપી હતી કે તેઓ સાઉદી અરેબિયામાં હુમલા તીવ્ર બનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-26 13:42:27

સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરના એક ઓઈલ ડેપોમાં શુક્રવારે રાતે આગ લાગી. થોડા કલાકો પછી હૂતી વિદ્રોહી સંગઠને કહ્યું - આ દુર્ઘટના નહીં હુમલો છે. અમે ડેપોને રોકેટથી નિશાન બનાવ્યો છે. એવું જણાવાયું છે કે આગ લાગી એ પહેલા એક મોટો વિસ્ફોટ પણ સાંભળવામાં આવ્યો હતો.

જેદ્દાહના આસમાન પર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે સ્થળે આ ડેપો છે, તેનાથી થોડા અંતરે જ ફોર્મ્યુલા વન રેસિંગ ટ્રેક છે. જો કે, અત્યાર સુધી સાઉદી સરકારે હુમલા અંગે કોઈ જાણકારી આપી નથી.

અરામકોનો ડેપો
રિપોર્ટ્સ અનુસાર, જે ડેપો પર હુમલો થયો, તેનો માલિકી હક દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપનીઓમાં સામેલ અરામકોનો છે. તેને સાઉદી અરામકો પણ કહેવામાં આવે છે. કેટલાક વીડિયોઝમાં દર્શાવાયું છે કે ફોર્મ્યુલા વન કાર રેસિંગના ડ્રાઈવર ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તેના થોડા સમય પછી ટ્રેક પર ધુમાડો નજરે પડ્યો હતો. સાઉદી સરકાર કે અરામકોએ આ અંગે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.

હૂતીએ અગાઉ પણ કર્યો હતો હુમલો
થોડા સમય અગાઉ અરામકોના જ એક ઓઈલ ડેપો પર યમનના હૂતી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. તેના પછી કંપનીના શેર તૂટ્યા હતા. તેના પછી સાઉદી એરફોર્સે હૂતીના સ્થળોને નેસ્તનાબૂદ કરી દીધા હતા.

એવું જણાવાયું છે કે શુક્રવારે જે ડેપોમાં આગ લાગી, તેનાથી થોડા અંતરે જ એ ઓઈલ ડેપો છે, જેના પર હૂતી સંગઠને ડ્રોનથી એટેક કર્યો હતો. આ ડેપોના મોટાભાગના હિસ્સામાં ડીઝલ સંગ્રહિત કરવામાં આવે છે.

હૂતીની ધમકી
ખાસ બાબત એ છે કે હૂતી વિદ્રોહીઓએ શુક્રવારે સવારે જ ધમકી આપી હતી કે તેઓ સાઉદી અરેબિયામાં હુમલા તીવ્ર બનાવશે. તેના થોડા સમય પછી યમન તરફથી સાઉદી તરફ રોકેટ છોડવામાં આવ્યું. તેને સાઉદી એરફોર્સની બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું હતું. તેના પછી એ બે શહેરો પર રોકેટ છોડવામાં આવ્યા જે યમન સરહદને સ્પર્શે છે.

adv

Related News

post
post
post
post
post
post
post