• Home
  • News
  • ચીનના વુહાનમાં 10 દિવસમાં 60 લાખથી વધુ લોકોનું ટેસ્ટિંગ, 51 નવા કેસ
post

વુહાનમાં 1.12 કરોડ લોકોના ટેસ્ટ કરાઇ રહ્યા છે, કેમ કે અહીં લક્ષણો વગરના કેસ વધ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:44:51

બેઇજિંગ: ચીનમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 40મા કોરોનાનાં કોઇ લક્ષણો નથી દેખાયાં. તેમાંથી સૌથી વધુ 38 નવા કેસ વુહાનમાં સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસ દરમિયાન વુહાનમાં 60 લાખથી વધુ લોકોના ટેસ્ટ કરાયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું કે રવિવારે ચીનમાં લોકલ ટ્રાન્સમિશનના કોઇ કેસ નથી આવ્યા પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 11 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 10 કેસ મંગોલિયામાં અને એક સિચુઆન પ્રાંતમાં નોંધાયો છે. 


લક્ષણો વગરના કેસ વધ્યા
વુહાનમાં 1.12 કરોડ લોકોના ટેસ્ટ કરાઇ રહ્યા છે, કેમ કે અહીં લક્ષણો વગરના કેસ વધ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર ચીનમાં લક્ષણો વગરના 396 લોકો તબીબી દેખરેખ હેઠળ છે, જેમાંથી 326 વુહાનમાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post