• Home
  • News
  • થાઈલેન્ડે બનાવી કોરોનાવાયરસની દવા, 48 કલાકમાં જ દર્દી સાજો થયો હોવાનો દાવો
post

એન્ટી-ફ્લૂ ડ્રગ ઓસેલ્ટા મિવિરને લોપિનાવિર અને રિટોનાવિર સાથે મિશ્રિત કરીને નવી દવા બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:32:10

બેંગકોકઃ કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 17,387 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જોકે પૈકીના 17,205 લોકો માત્ર ચીનમાં છે. કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 426 લોકોના મોત થયા છે. થાઈલેન્ડના ડોક્ટરોએ કેટલીક દવાઓનું મિશ્રણ કરીને નવી દવા બનાવી છે. થાઈલેન્ડની સરકારનો દાવો છે કે દવા ઉપયોગી પણ છે. દવાના કારણે 48 કલાકમાં એક દર્દી સાજો થયો છે.

થાઈલેન્ડના ડોક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે જણાવ્યું કે અમે 71 વર્ષીય મહિલા દર્દીને અમારી દવા આપીને 48 કલાકમાં સાજા કર્યા છે. દવા આપ્યાના 12 કલાકમાં તે પથારીમાં બેસતી થઈ ગયા, પહેલા તે હલી પણ શકતા હતા. 48 કલાકમાં તે 90 ટકા સ્વસ્થ થઈ ગયા છે. થોડા દિવસોમાં અમે તેમને સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલી દઈશું.

ડોક્ટર ક્રિએનસાક અતિપોનવાનિચે જણાવ્યું કે અમે લેબમાં દવાનું પરિક્ષણ કર્યું તો તેના ખૂબ પોઝેટિવ રિઝલ્ટ મળ્યા. તેનાથી 12 કલાકમાં દર્દીને રાહત મળી. 48 કલાકમાં તો દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો છે.

ડોક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે જણાવ્યું કે કોરોનાવાયરસના ઈલાજ માટે અમે એન્ટી-ફ્લૂ ડ્રગ ઓસેલ્ટા મિવિરને લોપિનાવિર અને રિટોનાવિર સાથે મિશ્રિત કરીને નવી દવા બનાવી. દવા ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. હવે અમે તેને વધુ ઉપયોગી બનાવવા માટે તેનું લેબમાં પરીક્ષણ કરી રહ્યાં છે.

ડોક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે જણાવ્યું કે કોરોનાવાયરસની સારવાર માટે અમે એન્ટી-ફ્લૂ ડ્રગ ઓસેલ્ટામિવિરને HIVની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર લોપિનાવિર અને રિટોનાવિરની સાથે મિશ્રિત કરીને નવી દવા બનાવી છે.

થાઈલેન્ડમાં અત્યાર સુધી કોરોનાવાયરસના કુલ 19 કેસ નોંધાયા છે. તેમાંથી 8 દર્દીઓને 14 દિવસમાં સાજા કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જ્યારે 11 લોકોની હાલ પણ સારવાર ચાલી રહી છે. ડોક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે આશા વ્યક્ત કરી છે કે નવી દવાથી અમે બાકીના દર્દીઓને પણ સાજા કરીશું.

થાઈલેન્ડની સરકારે દવાને તેની કેન્દ્રીય પ્રયોગશાળામાં વધુ મજબૂત અને સચોટ બનાવવા માટે મોકલી છે. જો દવા પ્રયોગશાળાના પરિક્ષણોમાં સફળ રહી તો તેને કોરોનાવાયરસની પ્રથમ સફળ દવા માનવામાં આવશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post