• Home
  • News
  • અભિનેત્રીએ પોતાના જ પુત્ર સાથે ન્યૂડ PHOTO શેર કર્યો, કોર્ટે 90 દિવસ માટે જેલમાં મોકલી દીધી
post

આફ્રિકી દેશ ઘાનાની એક અભિનેત્રીને તેના બાળક સાથે ન્યૂડ ફોટો શેર કરવો ભારે પડી ગયો. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અભિનેત્રીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટના આ ચુકાદા પર સવાલ પણ ઊભા થયા છે. અમેરિકી રેપ સ્ટાર કાર્ડી બી(Cardi B) સહિત અનેક હસ્તીઓએ આ સજાને કઠોર ગણાવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-20 12:12:45

અકરા: આફ્રિકી દેશ ઘાનાની એક અભિનેત્રીને તેના બાળક સાથે ન્યૂડ ફોટો શેર કરવો ભારે પડી ગયો. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અભિનેત્રીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટના આ ચુકાદા પર સવાલ પણ ઊભા થયા છે. અમેરિકી રેપ સ્ટાર કાર્ડી બી(Cardi B) સહિત અનેક હસ્તીઓએ આ સજાને કઠોર ગણાવી છે. અભિનેત્રી રોસમોન્ડ બ્રાઉન કે જે અકુપમ પોલોના નામથી પણ ઓળખાય છે. તેણે પોતાના પુત્રના જન્મદિવસના અવસરે તેની સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. 

ગત વર્ષે કરાવ્યું હતું ફોટોશૂટ
ધ સનના રિપોર્ટ મુજબ 31 વર્ષની અકુપમ પોલો એક સિંગલ મોમ છે. ગત વર્ષ જૂનમાં તેણે પુત્રના સાતમા જન્મદિવસ પર એક ન્યૂડ ફોટો પડાવ્યો હતો. જેમાં તે પુત્રનો હાથ પકડીને બેઠી છે. પોલોએ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ શેર કર્યો હતો જેને લઈને ખુબ બબાલ પણ થઈ અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. 

જજે અભિનેત્રીને પૂછ્યા આ સવાલ
રાજધાની અકરા સ્થિત એક કોર્ટે અભિનેત્રીના આ કૃત્યને ખુબ ગંભીર માન્યુ છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અકુપમ પોલોએ સોશિયલ પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી શેર કરી છે. તેણે જે કઈ કર્યું તે ઘરેલુ હિંસાની શ્રેણીમાં આવે છે. જ્યાં કોઈ વ્યક્તિની ગોપનિયતા અને સન્માનને નુકસાન પહોંચાડવામાં આવે છે. જજ ક્રિસ્ટિયાના કેને પોલોને પૂછ્યું કે શું તેણે ન્યૂડ ફોટો પોસ્ટ કરતા પહેલા પુત્ર પાસે મંજૂરી માંગી હતી? શું તેણે તેના બાળકના અધિકારનું સન્માન કર્યું?

ચુકાદા વિરુદ્ધ કરશે અપીલ
જજે વધુમાં કહ્યું કે અકુપમ પોલોએ મંજૂરી વગર પુત્રનો મત લીધા વગર ન્યૂડ ફોટો પોસ્ટ કર્યો જે અપરાધ છે. કોર્ટે માન્યુ કે પોલો સિંગલ મધર છે અને તેના જેલમાં જવાથી તેના પુત્રને પરેશાની થશે. પરંતુ એમ પણ કહ્યું કે આ પ્રકારના કેસમાં સજા આપવી જરૂરી છે જેથી કરીને બીજાને ઉદાહરણ આપી શકાય. આ બાજુ અભિનેત્રીના વકીલે કહ્યું કે આ નિર્ણય વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ કરશે. તેમણે કહ્યું કે અકુપમ પોલોએ જે કઈ કર્યું તેના માટે 90 દિવસની સજા ખુબ વધુ છે અમે આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરીશું. 

ટ્વિટર પર ચાલી રહ્યું છે અભિયાન
અભિનેત્રી અકુપમ પોલોને મળેલી સજાનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ટ્વિટર પર 18 મિલિયન ફોલોઅર્સવાળી અમેરિકન રેપ સ્ટાર કાર્ડી બીએ કોર્ટના ચુકાદા પર આપત્તિ જતાવી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે મે અનેક અમેરિકનને આ પ્રકારના ફોટોશૂટ કરાવતા જોયા છે. જો કે હું એ વાત સાથે સહમત નથી પરંતુ આ માટે અકુપમ પોલોને જે સજા મળી તે ખુબ વધુ છે. ટ્વિટર પર લોકો #FreeAkuapemPoloo હેશટેગ સાથે અભિનેત્રીને છોડી મૂકવા માટે અપીલ કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post