• Home
  • News
  • ઈતિહાસમાં આજે:ભારતની બહાર નાનું ભારત બનવાની શરૂઆત; મોરેશિયસ પહોંચ્યું હતું એટલાસ
post

2 નવેમ્બર 1936 ના રોજ બીબીસીએ ઔપચારક રીતે પ્રથમ ટીવી ચેનલ લોન્ચ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:23:23

ભારતની બહાર પણ નાનું ભારત વસે છે. આ કોઈ ફિક્શનલ દાવો નથી પણ હકીકત છે. આજથી લગભગ 186 વર્ષ અગાઉ એટલાસ નામનું જહાજ 2 નવેમ્બર 1834ના રોજ ભારતીય મજૂરોને લઈને મોરેશિયસ પહોંચ્યું હતું. તેની યાદમાં ત્યાં 2 નવેમ્બરે અપ્રવાસી દિવાસ મનાવવામાં આવે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે મોરેશિયસને નાનું ભારત કેમ કહે છે, તો જવાબ મુશ્કેલ નથી. વાસ્તવમાં, મોરેશિયસ આજે જે છે, તેનો મોટો શ્રેય ત્યાં ગયેલા ભારતીય મજૂરોને જાય છે. તેમણે પોતાની મહેનતથી આ દેશને નવી ઓળખ આપી છે. એટલાસથી જે મજૂરો મોરેશિયસ પહોંચ્યા હતા, તેમાં 80 ટકા સુધી બિહારથી હતા. તેમને ગિરમિટીયા મજૂરો કહેવાતા હતા એટલે કે સમજૂતીના આધારે લાવવામાં આવેલા મજૂરો. તેમને લાવવાનો ઉદ્દએશ હતો મોરેશિયસને એક કૃષિ પ્રધાન દેશ તરીકે વિકસિત કરવો. અંગ્રેજો 1834થી 1924 દરમિયાન ભારતના અનેક મજૂરોને મોરેશિયસ લઈ ગયા. મોરેશિયસ જનારાઓમાં માત્ર મજૂરો નહોતા. બ્રિટિશ કબજા પછી મોરેશિયસમાં ભારતીય હિન્દુ અને મુસલમાન બંને વેપારીઓનો નાનો પણ સમૃદ્ધ સમુદાય પણ હતો. અહીં આવનારા મોટાભાગના વેપારીઓ ગુજરાતી હતા. 19મી શતાબ્દિમાં અનેક એવા ઘટનાક્રમ થયા, જેનાથી મજૂરોના વંશજ જમીન ખરીદી શકે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે.

મોરેશિયસની કુલ વસતીમાં લગભગ 52% હિન્દુ છે. તમને લાગશે જ નહીં કે તમે વિદેશમાં છો. ત્યાં તમને ઉત્તરભારતના કોઈ શહેરમાં હોવાનો અહેસાસ થશે. આજે પણ ત્યાં હિન્દી અને ભોજપુરી સાંભળીને તમને વિદેશી જમીન પર ભારતીય માટીની મહેકનો અનુભવ થઈ શકે છે. આ દેશ આફ્રિકામાં સૌથી વધુ પ્રતિ વ્યક્તિ આવકવાળા દેશોમાંનો એક છે. મોરેશિયસ પર 1715માં ફ્રાંસે કબજો જમાવ્યો હતો. ત્યારે તેની અર્થવ્યવસ્થા વિકસિત થઈ, જે ખાંડના ઉત્પાદન પર આધારિત હતી. 1803થી 1815 દરમિયાન થયેલા યુદ્ધોમાં બ્રિટિશરો આ દ્વિપ પર કબજો મેળવવામાં સફળ રહ્યા. ભારતીય મૂળના સર શિવસાગર રામગુલામની આગેવાનીમાં જ મોરેશિયસને 1968માં આઝાદી મળી હતી. રાષ્ટ્રમંડળ અંતર્ગત 1992માં તે ગણતંત્ર બન્યું. મોરેશિયસ એક સ્થિર લોકતંત્ર છે, જ્યાં નિયમિત રીતે સ્વતંત્ર ચૂંટણી થાય છે.

બીબીસીએ લોન્ચ કરી પ્રથમ ટીવી ચેનલ
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીને કોણ નથી જાણતું? 2 નવેમ્બર 1936 ના રોજ બીબીસીએ ઔપચારક રીતે પ્રથમ ટીવી ચેનલ લોન્ચ કરી હતી અને તે દુનિયાની પ્રથમ રેગ્યુલર ટીવી સર્વિસ હતી. બીબીસીની સર્વિસિસ એટલી લોકપ્રિય થઈ કે અનેક દેશોએ તેને ફોલો કરી. આમ તો બીબીસીની શરૂઆત 1925માં એક પ્રાઈવેટ કંપની તરીકે થઈ હતી, પણ બે વર્ષમાં જ તે એક પબ્લિક કંપની બની ચૂકી હતી. ભલે બીબીસી આજે પણ બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હોય પણ તેને પૂરેપૂરી આઝાદી મળેલી છે. બ્રિટિશ શાહી પરિવાર બીબીસી ટ્રસ્ટના 12 સભ્યોને નિયુક્ત કરે છેઅને આ ટ્રસ્ટ જ બીબીસીના રોજિંદા કામકાજ પર દેખરેખ રાખે છે.

 

મણીપુરમાં આયર્ન લેડીના ઉપવાસ શરૂ
2 નવેમ્બર 2000ના રોજ ઈરોમ ચાનુ શર્મિલાએ પેરામિલિટરી સૈનિકોના હાથે મણીપુરના 10 લોકોની હત્યાના વિરોધમાં દેખાવો શરૂ કર્યા. ત્યાં સુધીમાં તેમના નામે બે રેકોર્ડ નોંધાઈ ગયા હતા. પ્રથમ, સૌથી લાંબી ભૂખ હડતાળ અને બીજો, સૌથી વધુ જેલમાંથી મુક્ત થવાનો. શર્મિલાએ 2017માં મણીપુરમાં વિધાનસભા માટે ચૂંટણી લડી પણ તેમને નોટાથી પણ ઓછા વોટ મળ્યા.