• Home
  • News
  • અમેરિકામાં ચીનની કંપનીઓને ડિલિસ્ટિંગ કરવા બિલ પાસ કરાયું
post

અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડ અને બૈદૂ ઈન્ક જેવી ચીનની આશરે 800 કંપનીઓને અમેરિકી શેરબજારોમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 09:58:57

નવી દિલ્હી: કોરોના વાઈરસ અંગે અમેરિકા હવે ચીન પર ચારેકોરથી દબાણ બનાવી રહ્યું છે. આર્થિક મોર્ચે અમેરિકા એક પછી એક ચીનને આંચકા આપી રહ્યું છે. હવે અમેરિકી શેરબજારમાં લિસ્ટેડ ચીનની કંપનીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે. 


આ એક બાઈપાર્ટિસન બિલ છે :
અમેરિકી કોંગ્રેસ(સંસદ)ના એક ગૃહ સેનેટમાં બુધવારે એક બિલ પસાર કરાયું હતું જે મુજબ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડ અને બૈદૂ ઈન્ક જેવી ચીનની આશરે 800 કંપનીઓને અમેરિકી શેરબજારોમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. આ એક બાઈપાર્ટિસન બિલ છે જેનો અર્થ એ થાય છે કે તેને અમેરિકાની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ(રિપબ્લિકન અને ડેમોક્રેટ)નો ટેકો પ્રાપ્ત છે. 

adv

Related News

post
post
post
post
post
post
post