• Home
  • News
  • વિશાલાથી નારોલ સુધીનો બ્રિજ 8 લેનનો બનશે, તો નારોલથી સરખેજનો રોડ સિક્સ લેન થશે
post

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-11 17:33:52

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જ્યારે ગુજરાતમાં તેમણે 1575 કરોડના ધોરી માર્ગનું પણ તેઓ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યુ. જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ.

નારોલથી સરખેજનો રોડ બનશે સિક્સ લેન

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ. વડાપ્રધાન મોદીએ આજે કરોડોના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરશે. ગુજરાતના 1575 કરોડના ધોરી માર્ગનું ખાતમુહૂર્ત કર્યુ. આ જાહેરાત પછી નારોલથી સરખેજ સુધી 6 લેન રોડ એલિવેટેડ કોરિડોરનું ખાતમુહૂર્ત કર્યુ. આ જાહેરાત સાથે સાબરમતી નદી પરનો શાસ્ત્રી બ્રિજ 8 લેનનો કરાશે. ગાવડકા-બગસરા હાઇવે પણ 10 મીટર પહોળો કરાશે. મહત્વનું છે કે પીએમ મોદીએ આજે ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યુ. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.

આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post