• Home
  • News
  • બ્રિટિશ હાઈકમીશને કહ્યું કાયદાકીય બાબતોનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રત્યાર્પણ શક્ય નથી, રાજકીય શરણ માગી શકે
post

વિજય માલ્યાને બુધવારે રાતે અથવા ગુરુવારે સવારે પ્લેનથી ભારત લાવવામાં આવશે તેવા સમાચાર હતા, બ્રિટિશ હાઈકમીશને આ અંગે સ્પષ્ટતા કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:40:22

લંડન: બેન્કોનું 9,000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનારા દારૂના બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ થઈ શકે છે. તેનું કારણ હાલ હજુ એક કાનૂની મુદ્દો ઉકેલવાનો બાકી છે. લંડનથી સીબીઆઈના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે માલ્યા તમામ કાનૂની ઉપાયો અજમાવવા ઈચ્છે છે. 

ઔપચારિક પ્રત્યાર્પણ આદેશ જારી નથી કર્યો
તપાસ એજન્સીઓ જાણે છે કે માલ્યા પૂર્વ રાજ્યસભા સાંસદ હોવાને લીધે બ્રિટનમાં રાજકીય શરણ લઈ શકે છે. સીબીઆઈના એક અન્ય સૂત્રએ ગુરુવારે કહ્યું કે માલ્યાના પ્રત્યાર્પણમાં સમય લાગશે કેમ કે બ્રિટને આ મામલે ઔપચારિક પ્રત્યાર્પણ આદેશ જારી નથી કર્યો. સૂત્રોએ જણાવ્યું કે હાલ કોઈ પણ સીબીઆઈ તપાસ ટીમ બ્રિટનમાં નથી. આ મામલે સંયુક્ત તપાસ નિર્દેશક મનોજ શશિધરના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટુકડી સંભાળી રહી છે. ભારત-બ્રિટન પ્રત્યાર્પણ કરાર હેઠળ બ્રિટનના ગૃહમંત્રાલયે ઔપચારિક રૂપે માલ્યાને 28 દિવસની અંદર ભારતમાં પ્રત્યાર્પિત કરવાના અદાલતી આદેશને પ્રમાણિત કરવો પડશે. આ તારીખ 11 જૂને સમાપ્ત થશે.


પ્રત્યાર્પણ કરતા પહેલા સમાધાન કરવાની જરૂરિયાત
ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યાને ભારતમાં લાવવામાં મોડું થાય તેવી શકયતા છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમીનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે ગત મહિને જ પ્રત્યાર્પણની વિરુદ્ધ માલ્યાએ કરેલી અપીલ ફગાવવામાં આવી હતી. પછીથી તેણે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો ઈન્કાર કર્યો હતો. હાલ એવી સ્થિતિ છે કે એક તરફ કાયદાકીય મુદ્દો છે, જેમાં તેનું પ્રત્યાર્પણ કરતા પહેલા સમાધાન કરવાની જરૂરિયાત છે.

આ અગાઉ બુધવારે રાતે કહેવામાં આવ્યું હતું કે માલ્યાને કોઈ પણ સમયે ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનમાંથી તેના પ્રત્યાર્પણની તમામ કાર્યવાહી પુરુ કરવામાં આવી છે. બ્રિટિશ હાઈકમીશને કહ્યું કે આ કાયદાકીય મુદ્દા વિશે અમે તમને વધુ માહિતી ન આપી શકીએ, કારણ કે તે ગોપનીય છે. જોકે અમે ઝડપથી આ બાબતોને પતાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.

લંડન હાઈકોર્ટ ફગાવી ચૂકી છે માલ્યાની અપીલ

14 મેના રોજ લંડન હાઈકોર્ટે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. આ અપીલને ફગાવી દેવામાં આવ્યા બાદ તેને 28 દિવસમાં ભારત લાવવામાં આવશે. 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે અને તેના પ્રત્યાર્પણની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે. માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી.

બ્રિટિશ કોર્ટને ઓર્થર રોડ જેલની ડિટેલ આપી ચૂકી છે એજન્સીઓ

ઓગસ્ટ 2018માં બ્રિટનની કોર્ટે માલ્યાના મામલાની સુનાવણી દરમિયાન તપાસ એજન્સીઓને તે જેલની માહિતી રજૂ કરવા કહ્યું હતું, જ્યાં ભારતમાં માલ્યાને રાખવાનો હતો. ત્યારે તપાસ એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલનો વીડિયો પણ લંડનની કોર્ટમાં બતાવ્યો હતો. તપાસ એજન્સીઓએ કહ્યું હતું કે બે માળની આ જેલમાં માલ્યાને હાઈ સિક્યુરિટી બેરકમાં રાખવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post