• Home
  • News
  • રેસલર્સની જાતીય સતામણીનો મામલો, ચાર્જશીટમાં નવો ખુલાસો:દિલ્હી પોલીસે કહ્યું- બ્રિજભૂષણે મહિલા રેસલર્સની છેડતી કરી, કેસ ચાલવો જોઈએ અને સજા થવી જોઈએ
post

કુસ્તીબાજોએ તપાસ દરમિયાન પુરાવા તરીકે પોલીસને 5 ફોટોગ્રાફ્સ આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 19:14:31

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન, છેડતીના આરોપમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે.

દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે 6 કુસ્તીબાજોની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધારે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી શકે છે. સિંહ જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા જેવા ગુનાઓ માટે કાર્યવાહી અને સજાને પાત્ર છે.

મીડિયા અહેવાલો અનુસાર, 13 જૂનની ચાર્જશીટમાં કલમ 506 (ગુનાહિત ધાકધમકી), 354, 354A (જાતીય સતામણી) અને 354D (પીછો કરવો) લાગુ કરતી વખતે એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિજભૂષણ તરફથી ઉત્પીડન સતત ચાલુ હતું.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ અને સચિવ વિનોદ તોમરને 18 જુલાઈએ કોર્ટમાં સમન્સ પાઠવ્યા છે. આના પર બ્રિજભૂષણે કહ્યું કે તેઓ કોર્ટમાં હાજર થશે.

5 જૂને રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે 15 જૂને દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બ્રિજભૂષણ ઉપરાંત WFIના સહાયક સચિવ વિનોદ તોમરનું નામ પણ આરોપીઓમાં સામેલ છે. ચાર્જશીટમાં કુસ્તીબાજોએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનને મહત્ત્વનો આધાર માનવામાં આવ્યો છે.

બ્રિજભૂષણ વિરુદ્ધ લગભગ 7 સાક્ષીઓ મળી આવ્યા છે. તે જ સમયે, જાતીય શોષણના કથિત સ્થળે તેની હાજરીના પુરાવા પણ મળ્યા છે. ચાર્જશીટની પ્રથમ સુનાવણીમાં કોર્ટે તેને સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. વધુમાં, કોર્ટે દિલ્હી પોલીસને ફરિયાદી કુસ્તીબાજોને ચાર્જશીટની નકલ આપવાનો આદેશ આપ્યો છે.

2012માં રસ્તો રોકવાનો કે પીછો કરવાનો કેસ
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, બ્રિજભૂષણ સામે પીછો કરવાનો અથવા રસ્તો રોકવાનો મામલો 2012નો છે. જેમાં ફરિયાદ કરનાર મહિલા રેસલરે જણાવ્યું હતું કે બ્રિજભૂષણે ટુર્નામેન્ટ દરમિયાન તેની માતા સાથે વાત કરી અને તેને પોતાના રૂમમાં બોલાવી અને તેને ગળે લગાવી.

જ્યારે મહિલા કુસ્તીબાજ ઘરે પરત આવી તો તેણે તેની માતાના નંબર પર અલગ-અલગ બહાને ઘણી વખત ફોન કરવાનું શરૂ કર્યું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે બ્રિજભાષણના કોલ ટાળવા માટે તેણે પોતાનો ફોન નંબર પણ બદલવો પડ્યો હતો. જો કે, આ આરોપોને સાબિત કરવા માટે કોઈ ટેક્નિકલ પુરાવા મળ્યા નથી.

પોલીસ તપાસમાં આરોપીની હાજરીના પુરાવા મળ્યા હતા
પુખ્ત કુસ્તીબાજોના કેસમાં પોલીસે CrPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ કુસ્તીબાજોએ આપેલા નિવેદનને ચાર્જશીટનો મુખ્ય આધાર ગણ્યો છે. પોલીસે કહ્યું કે જ્યાં પુખ્ત કુસ્તીબાજોએ તેમની સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે ત્યાં આરોપીની હાજરીના પુરાવા મળ્યા છે.

કુસ્તીબાજોએ તપાસ દરમિયાન પુરાવા તરીકે પોલીસને 5 ફોટોગ્રાફ્સ આપ્યા છે. આ સિવાય વધુ ડિજિટલ પુરાવા આપવામાં આવ્યા હતા, તે પેન ડ્રાઈવમાં કોર્ટને સોંપવામાં આવ્યા છે. ચાર્જશીટમાં લગભગ 25 સાક્ષીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. 7 સાક્ષીઓએ પીડિત પુખ્ત કુસ્તીબાજોના આરોપોને સમર્થન આપ્યું છે. બાકીના આરોપીઓની તરફેણમાં બોલ્યા છે. ટ્રાયલ દરમિયાન તેની ઊલટતપાસ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post