• Home
  • News
  • પાકિસ્તાનમાં લોકોની હાલત ભીખારીઓ જેવી:સસ્તામાં લોટ માટે ધક્કા-મૂક્કી થઈ, પાંચનાં મોત; લોટનો ભાવ 150 રૂપિયે કિલો
post

પ્લાસ્ટિકના કોથળામાં રાંધણગેસ ભરી રખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 18:50:33

પાકિસ્તાન હવે દેવાળિયો દેશ બનવાની તૈયારીમાં છે. ત્રણ મહિના ચાલે એટલું જ સરકારી ભંડોળ છે. ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકો હેરાન-પરેશાન છે. સરકારે વીજળીનો ખર્ચ બચાવવા માટે મોલ, રસ્તાઓ અને જાહેર સ્થળોએ રાત્રે આઠ વાગ્યા પછીથી લાઈટ બંધ કરાવી દીધી છે. આવી અરાજકતાભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં લોટનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોંચી ગયો છે. એટલે સરકાર ઓછા ભાવે કેટલાક વિસ્તારોમાં સસ્તાભાવે લોટ આપી રહી છે. સસ્તો લોટ લહેવાની લ્હાયમાં સિંધ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ધક્કા-મૂક્કી થઈ અને આ અફરાતફરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે.

સિંઘ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રકમાં લોટના પેકેટ મોકલવામાં આવ્યા હતા અને તે ઓછી કિંમતે વેંચાવાના હતા. ટ્રક ભરીને પેકેટ આવ્યા છે, તે જોઈને લોકોની ભીડ ઉમટી અને જોતજોતામાં ભીડ વધવા લાગી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોટના પેકેટ લેવા ધક્કા-મૂક્કી થઈ અને એકબીજાના હાથમાંથી પેકેટ ઝૂંટવી લેવા ધમાલ મચી. આ ધમાલમાં કેટલાય લોકો ઘાયલ થયા. 35 વર્ષના એક મજૂરને લોકો પગ હેઠળ કચડતા રહ્યા પણ ત્યાં તે મૃત્યુ પામ્યો છે તે પણ કોઈનું ધ્યાન ન રહ્યું.

બીજા એક બનાવમાં શહીદ બેનજીરાબાદ જિલ્લાના સકરંદ નામના ગામડાંમાં લોટ દળવાની મીલ બહાર સસ્તો લોટ ખરીદવા ભીડ જમા થઈ હતી અને ત્યાં પણ ઝૂંટીઝૂંટી અને ભાગદોડ થઈ હતી. આ બનાવમાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં.

લોટની કિંમત 140-160 રૂપિયે કિલો
સિંધ પ્રાંતમાં લોટની ડિમાન્ડ વધારે અને સપ્લાય બહુ ઓછી છે. સિંધ અને કરાચીમાં લોટની કિંમત 140થી 160 રૂપિયે કિલો છે. સબસીડી રેટમાં લોટ 65 રુપિયે કિલો સુધી વેંચાઈ રહ્યો છે. હાલત એટલી ખરાબ છે કે લોકો 5-5 કિલોની થેલી માટે પણ ધબધબાટી બોલાવે છે.

ખૈબર પખ્તૂનખ્વામાં સૌથી વધારે ખરાબ હાલત છે. અહીંયા લોકો લોટ માટે એવી સરકારી દુકાનો શોધી રહ્યા છે જ્યાં લોટના પેકેટનો ભાવ 1000 રૂપિયાથી 1500 રુપિયામાં મળતું હોય. હકીકતે બજારમાં 20 કિલો લોટની કિંમત 3100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાં 3100 રૂપિયાનો લોટ 1100માં મળતો હતો. હવે તો સરકારી દુકાનોમાં પણ 1500 ભાવ થઈ ગયો છે.

ભીડને કાબૂમાં લેવા ગનનો ઉપયોગ
સરકાર તરફથી જ્યારે લોટ વેંચવામાં આવે અને ભીડ બેકાબૂ ન બને તે માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમ છતાં ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની જાય છે. લોકો જ્યાં જુઓ ત્યાં લોટ ખરીદવા ધક્કા-મૂક્કી કરે છે કારણ કે ઘરે-ઘરે લોટ ખલાસ છે. સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ ખૂબ છે.

લોકો રસ્તા પર ઉતર્યા
લોટના વધતા ભાવોના કારણે કેટલાય વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ધક્કા-મૂક્કીમાં લોકોનાં મોત થઈ રહ્યા છે, તેના કારણે પણ લોકોમાં ગુસ્સો ઘણો છે. સિંધમાં મજૂરનાં મોત પર વિપક્ષી નેતા હાજી આદિલ શેખે કહ્યું કે - સરકાર ઓછા ભાવે લોકોને લોટ મળી રહે તે માટેના પ્રયાસોમાં નિષ્ફળ રહી છે. ઓછા ભાવે લોટ લેવાની લ્હાયમાં લોકોએ જીવ ગૂમાવવો પડે તે દુખદ ઘટના છે.

પ્લાસ્ટિકના કોથળામાં રાંધણગેસ ભરી રખાય છે

પાકિસ્તાનમાં ભાજન રાંધવા માટે ગેસ સિલિન્ડરની અછત છે એટલે પ્લાસ્ટિકના બેગમાં ગેસ ભરીને તેનો ઉપયોગ કરવાનું ચલણ વધી ગયું છે. જે દુકાનોમાં ગેસની પાઈપલાઈન છે ત્યાં મોટા પ્લાસ્ટિકના કોથળામાં રાંધણગેસ ભરી લેવાય છે અને આ કોથળા સાથે નાનકડા ઈલેક્ટ્રીક સક્શન પમ્પની મદદથી કિચનમાં તેનો ઉપયોગ થાય છે. હકીકતે, પાકિસ્તાનમાં નેચરલ ગેસનો સંગ્રહ નથી થતો. તેના કારણે સરકારે ગેસનો સપ્લાય ઓછો કરી નાંખ્યો છે. લોકો માટે ગેસ સિલિન્ડર ખરીદવો મુશ્કેલ છે. તેના બદલે પ્લાસ્ટિકના કોથળામાં ગેસ ભરીને વાપરવો સસ્તો પડે છે.

adv

Related News

post
post
post
post
post
post
post