• Home
  • News
  • કોરોના મહામારી વિશ્વના ધનિકોને પરોપકારી બનાવી રહી છે, 200 ધનિકે દાન કરવાના શપથ લીધા
post

2006માં કાડવેલએ ફોન્સફોરયુ મોબાઇલ ફોન રિટેલ કંપની 14 હજાર કરોડ રૂ.માં વેચી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:08:40

લંડન: કોરોના મહામારી દરમિયાન દુનિયાભરના અબજપતિઓ વસિયત લખી રહ્યા છે, જેમાં તેઓ મોટી રકમ પરોપકાર પાછળ ખર્ચી રહ્યા છે. તાજેતરમાં વસીયત લખી ચૂકેલા બ્રિટિશ અબજપતિ જોન કાડવેલ કહે છે કે, હું મારી 70 ટકા સંપત્તિનું દાન કરીશ. પરિવારના સભ્યો માટે એટલી સંપત્તિ છોડીશ કે જેનાથી તેમની જરૂરિયાતો પૂરી થઇ જાય. 2006માં કાડવેલએ ફોન્સફોરયુ મોબાઇલ ફોન રિટેલ કંપની 14 હજાર કરોડ રૂ.માં વેચી દીધી હતી. 

એસએસબીસી બેન્કના વેલ્થ પ્લાનિંગ એડવાઇઝરી હેડ જેરેમી ફ્રેન્ક્સ જણાવે છે કે એવા ઘણા અબજપતિઓ છે કે જેઓ સમજે છે કે આવનારી પેઢીને તેમના બિઝનેસમાં લાવવી પડકારજનક છે. આ પેઢી આબોહવા પરિવર્તન અને ધનિક-ગરીબ વચ્ચે વધતા અંતર અંગે વધુ સંવેદનશીલ છે. તેથી તેમનું માનવું છે કે લોકકલ્યાણ પાછળ ધન વાપરવું સૂઝબૂઝભર્યો નિર્ણય હશે. બિલ ગેટ્સ અને વૉરન બફેટની ગિવિંગ પ્લેજ સંસ્થા સાથે 200થી વધુ ધનિકો જોડાયેલા છે. તેઓ તેમની મોટા ભાગની સંપત્તિનું દાન કરવાના શપથ લે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post