• Home
  • News
  • કોરોના વાઈરસ મહામારીમાં અમેરિકામાં છેલ્લા બે મહિનામાં 8 લાખ મહિલાઓએ નોકરી છોડી
post

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 20 વર્ષ અને વધુ વયના 11 લાખ લોકોએ નોકરી છોડી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:18:22

અર્થશાસ્ત્રી અને વિશેષજ્ઞોની આશંકા સાચી નિકળી છે. શુક્રવારે અમેરિકાના શ્રમ વિભાગના આંકડાએ જણાવ્યું કે, કોરોના વાઈરસ મહામારીમાં હજારો મહિલાઓને નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં કપરા સંઘર્ષ પછી કામની બાબતે મળેલી સફળતા પર પાણી ફરી ગયું છે. જોકે, અમેરિકામાં સપ્ટેમ્બરમાં બેરોજગારીનો દર એપ્રિલના 15%થી ઘટીને 7.9% પર આવી ગયો છે. જોકે, આ ઘટાડો આર્થિક સ્થિતિમાં સુધારાને બદલે હજારો લોકો દ્વારા જાતે જ નોકરી છોડી દેવાને લીધે દેખાઈ રહ્યો છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 20 વર્ષ અને વધુ વયના 11 લાખ લોકોએ નોકરી છોડી દીધી છે. આ લોકો કામ પણ નથી કરી રહ્યા અને કામ શોધતા પણ નથી. રાષ્ટ્રીય મહિલા કાયદા સેન્ટરના વિશ્લેષણ મુજબ, તેમાં 8 લાખ મહિલાઓ છે. આ સમયગાળામાં 16 હજાર પુરુષોએ કામ છોડ્યું છે. મહામારીની શરૂઆતથી જ મહિલાઓના પ્રભુત્વવાળા શિક્ષણ, રેસ્ટોરન્ટ, મનોરંજન અને આરોગ્ય સેવાઓના કેટલાક ક્ષેત્રો જેવા ઉદ્યોગોમાં મહિલાઓની નોકરીઓ પ્રભાવિત થઈ હતી.

તાજેતરના આંકડા જણાવે છે કે, અર્થતંત્રમાં થોડો સુધારો છતાં કેટલીક મહિલાઓએ જાતે જ નોકરી છોડી છે. તેમના નિર્ણયનું કારણ વેતનમાં અસમાનતા છે. પિટ્સ બર્ગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર સ્ટીફેનિયા અલ્બાનેસી કહે છે કે, મહિલાઓ-પુરુષોમાં વેતનમાં અંતરના કારણે આમ થયું છે. મહિલાઓ પૂર્ણકાલીન કામ કરીને ઓછા વેતનની સમસ્યાનો સામનો કરી રહી છે.

સપ્ટેમ્બરમાં પ્રકાશિત લીન ઈન અને મેકિન્સે કંપનીના એક રિપોર્ટ મુજબ, ચારમાંથી એક મહિલા રાજીનામું આપવા કે પાર્ટ ટાઈમ કામ કરવા અંગે વિચારી રહી છે. મે અને ઓગસ્ટ વચ્ચે 40 અમેરિકાની કંપનીઓમાં કાર્યરત 40 હજાર મહિલાઓના સરવેમાં આ નિષ્કર્ષ જાણવા મળ્યો છે. સ્કૂલ અને બાળકોની સારસંભાળના સેન્ટર બંધ થઈ જવાને લીધે અનેક મહિલાઓએ કામ છોડવાનો નિર્ણય લીધો છે. આર્થિક સ્થિતિ સારી હોવાને લીધે અશ્વેત મહિલાઓની સરખામણીએ શ્વેત મહિલાઓ નોકરી છોડવાની સ્થિતિમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post