• Home
  • News
  • દાવાનળ:કેલિફોર્નિયાની કોલોનીઓ સુધી આગ ફેલાઈ, 1 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર
post

4000 ફાયર ફાઈટર્સ 22 જગ્યાએ લાગેલી આગને ઓલવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 11:01:57

અમેરિકી રાજ્ય કેલિફોર્નિયા સૌથી ભીષણ આગની લપેટમાં છે. આશરે 4 કરોડની વસતીવાળા રાજ્યમાં 22 જગ્યાએ ભીષણ આગ લાગેલી છે. તેને ઓલવવા 4000 ફાયરફાઈટર્સ તહેનાત છે. મંગળવારે આ આગ જંગલોથી થઈને ઓરેન્જ કાઉન્ટીની કોલોનીઓ સુધી પહોંચી ગઈ હતી. આ કારણે એક લાખ લોકોને ઘર છોડવા કહેવાયું છે. બુધવાર સુધીમાં 40 હજાર લોકો સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. સુઇસુન ફાયર પ્રમુખ જસ્ટિન વિન્સેન્ટે જણાવ્યું કે ઓરેન્જ કાઉન્ટીમાં 6600 એકર જંગલ નાશ પામી ગયાં છે. અહીં 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે 700 ફાયર ફાઈટર્સ અને વિમાનની મદદથી આગ ઓલવાઈ રહી છે.

3.4 કરોડ લોકો રેડ એલર્ટ પર : કેલિફોર્નિયાની ફાયરબ્રિગેડ એજન્સી કેલ ફાયર અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 40 લાખ એકર જંગલ આગની લપેટમાં આવી ચૂક્યું છે. 32 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કેલિફોર્નિયામાં 3.4 કરોડ લોકોને રેડ એલર્ટ પર રખાયા છે.

20 હજાર મકાનોમાં વીજળી ડૂલ, વધુ 1.16 લાખ ઘરોની કપાઈ શકે
કેલિફોર્નિયાના દક્ષિણ હિસ્સામાં તોફાની પવનને લીધે 20 હજાર ઘરોની વીજળી કાપી દેવાઈ છે. હજુ 1.16 લાખ મકાનોની વીજળી કપાઇ શકે છે. રાષ્ટ્રીય હવામાન સેવા(એનડબ્લ્યૂએસ)અનુસાર આ પવન 40થી 155 કિમીની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. શહેરી વિસ્તારો તરફ આગ ઝડપથી વધી રહી છે એટલા માટે વીજ સપ્લાય બંધ કરાયો છે. વીજ સપ્લાય કરતી કંપની એડિસને તેની વેબસાઇટ પર આ માહિતી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post