• Home
  • News
  • કોવિશીલ્ડનો પહેલો જથ્થો આવતીકાલે માલદીવ પહોંચશે, ભારતથી વેક્સિન મેળવનારો પહેલો દેશ બનશે
post

UKમાં વધતા કોરોનાના કેસને જોતાં સરકારે 3 મહિના સુધી ફરીથી સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 11:12:36

કોરોનાની વેક્સિન કોવિશીલ્ડનો પહેલો જથ્થો બુધવારે ભારતથી માલદીવ પહોંચ્શે. માલદીવ પહેલો દેશ છે, જેને આ વેક્સિન મોકલવામાં આવી રહી છે. ભારતે પોતાના પડોશીઓએ ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરેશિયસને પણ વેક્સિન આપવાની યોજના બનાવી છે. સાઉથ એશિયાઈ દેશ માલદીવની વસ્તી લગભગ 45 લાખ છે.

સરકારનાં સૂત્રો મુજબ કોવિશીલ્ડને માલદીવમાં રેગ્યુલેટરીના એપ્રુવલથી લઈને બીજી જરૂરી મંજૂરી આપી દેવામાં આવી છે. ફ્રંટલાઈન હેલ્થ વર્કર્સ અને સીનિયર સિટિઝન્સ માટે પર્યાપ્ત સંખ્યામાં મોકલવામાં આવી રહ્યાં છે. આ જથ્થો એર ઈન્ડિયાની ફ્લાઈટથી માલેના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે 2 વાગ્યાની આસપાસ પહોંચ્શે.

ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે અનેક પડોશી અને ખાસ સહયોગી દેશોને ભારતમાં તૈયાર થયેલી વેક્સિનની સપ્લાઈ માટે સરકારને અરજ કરવામાં આવી છે. જે અંતર્ગત 20 જાન્યુઆરીથી ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર અને સેશલ્સને વેક્સિનની સપ્લાઈ કરવામાં આવશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાનથી પણ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે.

13 દેશ કોરોના મુક્ત પરંતુ 131 દેશોમાં કોમ્યુનિટી ટ્રાંસમિશન​​​​​​
દુનિયાના ઘણા દેશોમાં કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યુ છે કે દુનિયાના 13 દેશ હવે કોરોનામુક્ત થઈ ચૂક્યા છે. જોકે અહીં હજી પણ સાવચેતી રાખવાની જરૂર છે. ચિંતાની બાબત એ છે કે વિશ્વના 131 દેશમાં સંક્રમણનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. એમાં અમેરિકા, પાકિસ્તાન, બ્રાઝિલ, યુકે, ફ્રાન્સ જેવા મોટા દેશો સામેલ છે. ભારત હજી ક્લસ્ટર્સ ઓફ કેસની કેટેગરીમાં છે. એનો અર્થ એ કે અહીં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી.

જાન્યુઆરીમાં સૌથી વધુ દર્દીઓ મળ્યા, સૌથી વધુ મૃત્યુ પણ થયાં
દુનિયાના અનેક દેશોમાં વેક્સિનેશન ડ્રાઈવ ભલે શરૂ થઈ ચૂકી હોય, પરંતુ કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી, જે આંકડાઓ આ તરફ ઇશારો કરી રહ્યા છે. જાન્યુઆરીના આ 18 દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે અને સૌથી વધુ મૃત્યુ પણ થયાં છે. 8 જાન્યુઆરીએ વિશ્વમાં સૌથી વધુ 8 લાખથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. એના પહેલા એક જ દિવસમાં આટલા વધુ દર્દીઓ ક્યારેય નોંધાયા નથી. આ જ રીતે 13 જાન્યુઆરીએ સૌથી વધુ 16 હજાર 537 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 

અત્યારસુધીમાં 9.60 કરોડ કેસ
દુનિયામાં અત્યારસુધીમાં 9 કરોડ 60 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહતની વાત તે છે કે એમાંથી 6 કરોડ 86 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 20 લાખ 49 હજારને પાર થઈ ગઈ છે. અહીં 2.53 કરોડ દર્દી હજી સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.12 લાખ દર્દીઓની હાલત ગંભીર છે. આ આંકડા Worldometers.info પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         UKમાં વધતા કોરોનાના કેસને જોતાં સરકારે 3 મહિના સુધી ફરીથી સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે એપ્રિલ પછી પરિસ્થિતિ સામાન્ય થયા બાદ જ સ્કૂલો ખૂલી શકે છે.

·         USAમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે અહીં 1.42 લાખથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા. 1422 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં 2 કરોડ 46 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 1 કરોડ 45 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 96 લાખ દર્દી સારવાર હેઠળ છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશની પરિસ્થિતિ

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

24,626,376

408,620

14,551,685

ભારત

1,05,82,647

1,52,593

1,02,27,852

બ્રાઝિલ

8,512,238

210,328

7,452,047

રશિયા

3,591,066

66,037

2,978,764

યુકે

3,433,494

89,860

1,546,575

ફ્રાન્સ

2,894,347

70,142

208,071

તુર્કી

2,387,101

23,997

2,262,864

ઈટાલી

2,368,733

81,800

1,729,216

સ્પેન

2,252,164

53,314

ઉપલબ્ધ નહીં

જર્મની

2,041,935

47,227

1,672,000

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

 

adv

Related News

post
post
post
post
post
post
post