• Home
  • News
  • ઓમિક્રોનથી બ્રિટનમાં પ્રથમ મોત, એપ્રિલ સુધી જઈ શકે છે 75 હજાર લોકોના જીવ, શા માટે છે ભારત માટે જોખમ?
post

ભારતમાં રવિવારે 7350 નવા કેસો આવ્યા છે. આ શનિવારે મળેલા કેસોથી 5.45% ઓછા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-14 10:47:31

લંડન: ઓમિક્રોનને લઈને એક નવા સ્ટડીએ ચિંતા વધારી દીધી છે. બ્રિટન અને સાઉથ આફ્રિકાના રિસર્ચર્સના આ સ્ટડીમાં દાવો કરાયો છે કે જો સાવધાની રાખવામાં નહીં આવે તો બ્રિટનમાં એપ્રિલ સુધી 25 સુધી 75 હજાર મોત થઈ શકે છે. બ્રિટન અગાઉથી જ કોરોનાના વધતા કેસો સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાં વધતા કેસો પછી રવિવારે પ્રધાનમંત્રી બોરિસ જોનસને દેશને સંબોધિત કરીને ડિસેમ્બર અંત સુધીમાં 18+ વસતીને બૂસ્ટર ડોઝ આપવાનો ટારગેટ સેટ કર્યો છે.

સ્ટડીમાં કોરોનાને લઈને અને શું-શું કહેવામાં આવ્યું છે? બ્રિટન અને બાકીના યુરોપિયન દેશોમાં કઈ રીતે કેસો વધી રહ્યા છે? ભારતમાં કોરોનાના શું હાલ છે? અને સૌપ્રથમ જાણીએ સ્ટડીમાં શું કહેવામાં આવ્યું છે?

લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને સ્ટેલેનબોશ યુનિવર્સિટીના રિસર્ચર્સે આ સ્ટડી કર્યો છે. ઓમિક્રોન પર વેક્સિન અસરવિહિન થવાનું જોખમ છે અને તેના પર બૂસ્ટર ડોઝ કેટલો કારગત નીવડશે એ પણ હજુ જાણવા મળ્યું નથી. રિસર્ચર્સે આ જ બે માપદંડોના આધારે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઓમિક્રોન કઈ રીતે નવા કેસો અને મોતને વધારી શકે છે, તેનો અંદાજ મેળવ્યો છે.

રિસર્ચર્સે સ્ટડી માટે 4 અલગ-અલગ પરિસ્થિતિઓ નક્કી કરી છે-

·         જ્યારે વેક્સિન અને બૂસ્ટર ડોઝ બંને ઓમિક્રોન પર વધુ અસરકારક રહે.

·         જ્યારે વેક્સિન ઓમિક્રોન પર વધુ અસરકારક હોય પણ બૂસ્ટર ડોઝ ઓછો.

·         જ્યારે વેક્સિન ઓમિક્રોન પર ઓછી અસરકારક રહે પરંતુ બૂસ્ટર ડોઝ વધુ.

·         જ્યારે વેક્સિન અને બૂસ્ટર ડોઝ બંને ઓમિક્રોન પર ઓછા અસરકારક રહે.

4 માપદંડોના આધારે સ્ટડીમાં આ વાતો સામે આવી છેઃ

·         ઉત્તમમાં ઉત્તમ પરિસ્થિતિમાં જ્યારે ઓમિક્રોન પર વેક્સિન કારગત પણ રહે અને બૂસ્ટર ડોઝ પણ અસરકારક રહે ત્યારે પણ હોસ્પિટલાઈઝેશન રેટમાં આ જ વર્ષે જાન્યુઆરીના મુકાબલે 60% સુધીનો વધારો થઈ શકે છે. ત્યારે દરરોજ લગભગ 3570 દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે.

·         ખરાબમાં ખરાબ સ્થિતિમાં એટલે કે ઓમિક્રોન પર વેક્સિન કારગત ન પણ રહે અને બૂસ્ટર ડોઝ પણ અસરકારક ન રહે ત્યારે દરરોજ 7100થી વધુ નવા કેસો આવી શકે છે.

·         જ્યારે વેક્સિન ઓમિક્રોન પર વધુ અસરકારક હોય પરંતુ બૂસ્ટર ડોઝ ઓછો ત્યારે પણ દરરોજ 4350 લોકોને હોસ્પિટલાઈઝ કરવા પડશે.

·         જ્યારે વેક્સિન ઓમિક્રોન પર ઓછી અસરકારક રહે પણ બૂસ્ટર ડોઝ વધુ ત્યારે 4500 લોકોને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડી શકે છે.

·         જો વધુ સાવધાની નહીં રાખવામાં આવે તો ઓમિક્રોનના કારણે એપ્રિલ 2022 સુધીમાં બ્રિટનમાં 25થી 75 હજાર મોત થઈ શકે છે.

બ્રિટન અને યુરોપિયન દેશોમાં કઈ રીતે વધી શકે છે કેસો?

કોરોનાના નવા કેસોથી બ્રિટન સહિત યુરોપના અનેક દેશો પરેશાન છે. બ્રિટનમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 3 હજારથી પણ વધુ કેસો મળી ચૂક્યા છે. બ્રિટને રવિવારે કોરોનાના એલર્ટ લેવલને 3થી વધારીને 4 લેવલ પર કરી દીધું છે. એલર્ટ લેવલ 4નો અર્થ છે કે કોરોનાનું ટ્રાન્સમિશન વધુ છે. જેની સીધી અસર આરોગ્ય સેવાઓ પર પડી રહી છે. આ અગાઉ મેમાં લેવલ 4નું એલર્ટ જારી કરાયું હતું.

બ્રિટનમાં આરોગ્ય વિશેષજ્ઞ ચેતવણી આપી ચૂક્યા છે કે જો આ રીતે કેસો વધી રહ્યા છે તો આરોગ્ય સેવાઓ ઘૂંટણિયે પડી શકે છે. કોરોનાના કારણે બ્રિટનમાં નોર્મલ બીમારીઓના ઈલાજનું વેઈટિંગ લિસ્ટ 50 લાખથી ઉપર પહોંચ્યું છે. વધતા જોખમને જોઈને વડાપ્રધાન બોરિસ જોનસને 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ડિસેમ્બર અંત સુધીમાં બૂસ્ટર ડોઝ આપવાનો ટારગેટ રાખ્યો છે. આ અગાઉ આ ટારગેટ જાન્યુઆરી સુધીનો હતો.

બ્રિટન ઉપરાંત અન્ય કયા-કયા યુરોપિયન દેશોમાં વધી રહ્યા છે કેસ?

દુનિયાભરમાં મળી રહેલા દર 100 નવા કેસોમાંથી લગભગ 64 કેસ એકલા યુરોપમાં આવી રહ્યા છે. દરરોજ 3 દિવસમાં લગભગ 10 લાખ નવા કેસ મળી રહ્યા છે. મોનાકો, ફિનલેન્ડ, ફ્રાંસ અને ડેનમાર્ક સહિત યુરોપના 7 દેશ એવા છે, જ્યાં નવા કેસ તેની પીક પર છે. યુરોપમાં નવા કોરોના કેસની સાત દિવસની સરેરાશ પણ અત્યાર સુધીની પીક પર પહોંચી ચૂકી છે.

·         ફ્રાંસમાં દરરોજ 48 હજારથી વધુ નવા કેસો આવી રહ્યા છે. આ ગત વર્ષ 7 નવેમ્બર પછીથી અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.

·         પોલેન્ડમાં નવા કેસોની સાથે મોત પણ વધ્યા છે. અહીં છેલ્લા 3 સપ્તાહોથી દરરોજ સરેરાશ 120થી પણ વધુ મોત થઈ રહ્યા છે. દરરોજ સરેરાશ 22 હજાર નવા કેસ મળી રહ્યા છે, જે એપ્રિલ પછી સૌથી વધુ છે.

·         જર્મનીમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ પછી કેસો ઓછા થવા લાગ્યા છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં જ્યાં દરરોજ સરેરાશ 58 હજાર કેસો આવી રહ્યા હતા જે હવે ઓછા થઈને 50 હજારની આસપાસ આવી ગયા છે. જો કે, કેસોની ઝડપ હજુ પણ સૌથી વધુ છે.

 

·         ભારતની શું સ્થિતિ છે?

·         ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીના 38 કેસો આવ્યા છે. રવિવારે 5 રાજ્યોમાં 5 નવા કેસ મળ્યા. કેરળના કોચીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે સંક્રમિત વ્યક્તિ 6 ડિસેમ્બરે UKથી કોચી આવી હતી.

·         તે 8 ડિસેમ્બરે થયેલા કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. તેની પત્ની અને માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.મહારાષ્ટ્રના નાગપુરમાં ઓમિક્રોનના પ્રથમ અને કર્ણાટકમાં ત્રીજા કેસને સમર્થન મળ્યું છે. ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ઓમિક્રોનના નવા સંક્રમિતોની ઓળખ થઈ છે.

·         ભારતમાં રવિવારે 7350 નવા કેસો આવ્યા છે. આ શનિવારે મળેલા કેસોથી 5.45% ઓછા છે. હાલ સૌથી વધુ કેસ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં આવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post