• Home
  • News
  • UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે આવ્યા ખુશખબર
post

સંયુક્ત આરબ અમીરાતમાં કામ કરનારા લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 10:55:03

દુબઈ: સંયુક્ત આરબ અમીરાતમાં કામ કરનારા લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. દુબઈની એરલાઈન્સ કંપની અમીરાત એરલાઈન્સે 23 જૂનથી ભારતની ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ફ્લાઈન્ટસના નિયમોમાં ફેરફાર બાદ દુબઈની ક્રાઈસિસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સર્વોચ્ચ કમિટીએ કોરોના રસી મૂકાવી ચૂકેલા ભારતીયોને યુઈઈમાં પોતાના ઘરે આવવાની મંજૂરી આપી છે. 

ભારત ઉપરાંત દક્ષિણ આફ્રીકા, અને નાઈજિરીયાના લોકોને પણ આ મંજૂરી અપાઈ છે. અમીરાત એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે તેઓ ભારતથી મુસાફરોને મંજૂરી આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે. કંપનીએ કહ્યું કે પ્રોટોકોલનું પાલન કરતા 23 જૂનથી પેસેન્જર ઉડાણોની શરૂઆત કરવામાં આવી રહી છે. આ અગાઉ યુએઈએ ગત 24 એપ્રિલના રોજ કોરોનાના ભયંકર પ્રકોપને જોતા ભારતથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ભારતથી યુએઈના પ્રવાસ માટે આ છે નિયમો
આ તાજા ઘટનાક્રમથી યુએઈમાં કામ કરતા લાખો ભારતીયોને મોટી રાહત મળી છે. આ પ્રતિબંધના કારણે મોટી સંખ્યામાં કામદારો ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં કામ કરતા લોકો ભારતમાં ફસાઈ ગયા હતા. આવા ભારતીય કામદારો હવે યુએઈ પાછા ફરી શકશે. જો કે ભારતથી આવનારા મુસાફરો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમણે યુએઈમાં સ્વિકૃતિ મળી હોય તેવી કોરોના રસી મૂકાવેલી હશે તેમને જ પ્રવેશની મંજૂરી અપાશે. 

ભારતીય નાગરિકોએ પોતાની ફ્લાઈટના 48 કલાકની અંદર કરાયેલા નેગેટિવ કોવિડ રિપોર્ટને દેખાડવો પડશે. જેમાં યુએઈ નાગરિકોને છૂટ અપાઈ છે. માત્ર ક્યૂઆર કોડવાળા પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ સર્ટિફિકેટને જ સ્વીકારવામાં આવશે. તમામ મુસાફરોએ મુસાફરીના 4 કલાક પહલા રેપિડ પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. દુબઈ એરપોર્ટ પર એન્ટ્રી કરતાની સાથે જ તમામ મુસાફરોના ફરજિયાતપણે પીસીઆર ટેસ્ટ થશે. મુસાફરોના પીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી સંસ્થાગત ક્વોરન્ટિન થવાનું રહેશે. જેમાં લગભગ 24 કલાકનો સમય લાગી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post