• Home
  • News
  • ગૂગલ એઆઈ ચેટબોટ માણસની જેમ વિચારે છેઃ દાવો કરનારા કર્મચારીની નોકરી જોખમમાં
post

ચેટબોટ ટેકનોલોજી પ્રોજેક્ટના એન્જિનિયર બ્લેક લેમોનના દાવાનું ખંડન કરીને ગૂગલે તેને ફરજિયાત રજા પર ઉતારી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-14 11:07:59

કેલિફોર્નિયા: ગૂગલ એઆઈ ચેટબોટ માણસની જેમ વિચારી શકે છે એવો દાવો કરનારા એન્જિનિયરને ગૂગલ મેનેજમેન્ટે ફરજિયાત રજા ઉપર ઉતારી દીધો છે. ગૂગલની એઆઈ સિસ્ટમ માણસની જેમ લાગણી ધરાવે છે એવા દાવા પછી ગૂગલના એન્જિનિયર બ્લેક લેમોનની નોકરી ખતરામાં છે. કંપનીએ આ દાવાનું ખંડન કર્યું હતું.

ગૂગલ એક એઆઈ ચેટબોટ સિસ્ટમ તૈયાર કરે છે. લેગ્વેજ મોડેલ ફોર ડાઈલોગ એપ્લિકેશન (લામડા) નામની આ સિસ્ટમ માણસની જેમ વિચારી શકે છે અને માણસની ખાનગી વાતો સાંભળી શકે છે. એટલું જ નહીં, આ ચેટબોટ માણસ અનુભવે એવી લાગણી અનુભવી શકે છે. ટૂંકમાં, ગૂગલની આ ટેકનોલોજી આપણી સાથે અદ્લ માણસ હોય એવું રિએક્ટ કરશે. આ દાવો કરનારા એન્જિનિયરને ગૂગલે ફરજિયાત રજા ઉપર ઉતારી દીધો છે.

ગૂગલના એન્જિનિયર બ્લેક લેમોને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગૂગલમાં કામ કરતી વખતે ચેટબોટ ટેકનોલોજી પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ પ્રકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ તૈયાર થઈ છે. એ ચેટબોટ માણસની જેમ વિચારી શકે છે, માણસની જેમ સંવેદનશીલ છે અને માણસ જેવી લાગણીઓ અનુભવે એવી જ લાગણીઓનો અનુભવ કરે છે. બ્લેક લેમોનના દાવા પ્રમાણે ગૂગલનો આ ચેટબોટ અદ્લ માણસની જેમ રિએક્ટ કરે છે. કોઈ સવાલના જવાબમાં જેમ માણસ વિચારી શકે છે, એ જ પદ્ધતિથી આ રોબોટ કહો કે એઆઈ સિસ્ટમ કહો - એ વિચારે છે.

અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટને આપેલા આ ઈન્ટરવ્યૂ પછી ગૂગલે તેની સામે શિસ્તભંગના પગલાં ભરવાની જાહેરાત કરી હતી અને તેને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધો હતો. ગૂગલના પ્રવક્તાએ કહ્યું હતું કે એન્જિનિયરે કંપનીના નિયમોનો ભંગ કર્યો હતો અને કંપનીનો ગુપ્ત પ્રોજેક્ટ થર્ડ પાર્ટી સાથે શેર કર્યો છે. એ બદલ કંપની પગલાં ભરશે. ગૂગલે થોડા સમય પહેલાં લામડા ટેકનોલોજીને ગૂગલની ખાસ સફળતા ગણાવી હતી. આ ટેકનોલોજી બાબતે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે. કેટલાય લોકોએ ગૂગલની આ એઆઈ સિસ્ટમ સામે સંદેહ વ્યક્ત કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post