• Home
  • News
  • 7 મે એટલે મતદાનના દિવસે સરકારે જાહેર રજા જાહેર કરી
post

ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 18:13:33

ગાંધીનગર:  દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

પગારની રજા કોને મળશે?
રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108-ખંભાત, 136-વાઘોડિયા, 85-માણાવદર અને 83-પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલીડે જાહેર કર્યો છે.

રાજ્યમાં કુલ 4.96 કરોડ મતદારો
ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના કુલ 4.96 કરોડ મતદારો પૈકી 18-19 વર્ષની વયના યુવા, એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે એવા મતદારોની સંખ્યા 11,75,444 છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1001448 છે. 100 વર્ષની ઉંમરના લોકો 10 હજાર જેટલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post