• Home
  • News
  • હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને કરી મોટી વાત
post

રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે (gujarat highcourt) સુઓમોટો જાહેર હીતની અરજી ગણી

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:30:38

અમદાવાદ :રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે (gujarat highcourt) સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ટૂંક સમયમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરાયેલી કામગીરીને વખાણી હતી. 

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) ની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડેસિવિર ઇન્જેકશન માટે ભીડ ન કરો.

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. તો ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે સુનાવણી હાથ ધરી છે.  ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન જોડાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post