• Home
  • News
  • ભારતીય ડોકટરે ઘરમાં જ બંકર બનાવી દીપડા અને બ્લેક પેન્થરને રાખ્યા, કહ્યું- હું એમની સાથે જ જીવીશ અને મરીશ
post

કુમાર 15 વર્ષ પહેલા MBBS કરવા માટે યુક્રેન ગયા હતા અને ત્યાંજ રોકાઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 10:42:20

કીવ : ભારતીય વિદ્યાર્થીઓ પોતાના પાલતુ કુતરાઓ અને બિલાડીઓ સાથે ભારત પરત ફરી રહ્યા છે, ત્યાંજ એક ભારતીય ડોક્ટરે પોતાના પાલતુ દીપડા અને એક બ્લેક પેન્થર સાથે યુદ્ધથી ઝઝૂમી રહેલા યુક્રેનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. આંધ્ર પ્રદેશના મૂળ નિવાસી ડોક્ટર કુમાર બંદી અત્યારે ડોનબાસમાં પોતાના ઘરમાં બનેલા એક બંકરની અંદર રહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે ફોટો-વીડિયો
તેઓ પોતાના પાલતુ પ્રાણીઓને અન્યની દયા પર છોડવા નથી ઈચ્છતા. તેઓ બંકરમાંથી દરરોજ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. ડૉ કુમાર બંદી વર્ષોથી યુક્રેનમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓને નીકળવામાં મદદ પણ કરી રહ્યા છે, પરંતુ તેઓ પોતે ભારત આવવા માગતા નથી, તેઓ પોતાના દીપડા અને પેન્થર સાથે જ રહેશે.

15 વર્ષથી યુક્રેનમાં છે ડૉ. કુમાર
કુમાર 15 વર્ષ પહેલા MBBS કરવા માટે યુક્રેન ગયા હતા અને ત્યાંજ રોકાઈ ગયા હતા. કુમારે 4 તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું પણ તે રિલીઝ ન થઈ શકી. કુમારે કેટલાક તમિલ, તેલુગુ અને મલયાલમ ટીવી શોમાં પણ ગેસ્ટ રોલ પ્લે કર્યો છે. કુમારે યુક્રેનમાં પણ થોડી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી.

દુનિયામાં માત્ર 21 જેગુઆર બાકી છે
કુમારનો દાવો છે કે તેમની પાસે જે જેગુઆર છે તે દુનિયાની સૌથી દુર્લભ પ્રજાતી છે અને દુનિયામાં આવા માત્ર 21 જ બાકી છે તેમાંથી એક કુમાર પાસે છે. આ પ્રજાતિ વાઘ અને સિંહ જેવી મોટી બિલાડીના વચ્ચે ખતરનાક પ્રજાતિઓમાંની એક ગણવામાં આવે છે. કુમારે પોતાના જેગુઆરનું નામ યગવાર રાખ્યું છે.

કુમારે પોતાના બ્લોગમાં લખ્યું કે તેણે કેટલાક ભારતીયોની મદદ પણ કરી હતી. મારા દરેક રાજ્યના અધિકારી સાથે સારા સંબંધ છે, તેથી મુશ્કેલ સમયમાં હું મદદ કરીશ. કુમાર સિવાય તેમના ભાઈ રમ બંદીએ પણ વોર ઝોનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે 4 બસોની વ્યવસ્થા કરી છે, જેથી લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય છે.

સાથે જીવીશ, સાથે મરીશ
તેમના પરિવારના ઘણા સભ્યો, દોસ્તો અને સંબંધીઓએ પણ કહ્યું હતું કે આ બિગ કેટ્સને છોડી ભારત પરત ફરી જાય અને પોતાનો જીવ બચાવે. કુમારે તાજેતરમાં ચંદ્રબાબૂ નાયડૂ સાથે પણ ઝૂમ કોલ પર વાતચીત કરી છે. જોકે તેણે પરત ફરી પેટ્સ સાથે બંકરમાં રહેવાનો નિર્ણય જ કર્યો છે. કુમારે વધુમાં કહ્યું કે આ મારા બાળકો સમાન છે હું કોઈપણ કિંમતે આમને છોડીશ નહીં. આમના વિના હું જીવી નહીં શકું.

લાઈસન્સ મળ્યું હોત તો બેંગોલ ટાઈગર પાળ્યો હોત
કુમારે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મો જોઈને મને દીપડાને પાળવાનું મન થયું હતું. પરંતુ ઓફિશિયલ અનુમતિ ન મળી કારણ કે બિગ કેટ્સને પ્રોપર જમવાનું આપવું આર્થિક રૂપે સક્ષમ નહોતું. તેથી મેં દુર્લભ બ્રીડમાંથી એક જેગુઆરને પસંદ કરી. મને અધિકારીઓએ જેગુઆર રાખવાનું લાઈસન્સ પણ આપ્યું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post