• Home
  • News
  • ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત-ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
post

ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત-ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:28:36

ઉત્તર પ્રદેશ: રાજ્યના ઇટાહ જિલ્લામાં આવેલી એક ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા 6 લોકોનાં મોત થઇ ગયા છે, અને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, ઘટના બની ત્યારે ફેક્ટરીમાં 20 જેટલા લોકો ફટાકડા બનાવી રહ્યાં હતા, જેમાં મહિલાઓ પણ હતી, અચાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી, ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવીને કેટલાક લોકોને બચાવી લીધા છે, નવાઇની વાત એ છે કે અહી રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ફટાકડાની આ ફેકટરી ચાલતી હતી, જેને કારણે બચાવ કામગીરીમાં પણ અડચણ આવી હતી, બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાથી પાસેના મકાનોને પણ તેની અસર થઇ છે, હાલમાં તંત્ર અને ફાયર ફાઇટર વિભાગ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post