• Home
  • News
  • ઈઝરાયેલની સેનાએ હમાસના કબ્જામાંથી પોતાની મહિલા સૈનિકને છોડાવી લીધી
post

તેને છોડાવ્યા બાદ તેનુ મેડિકલ ચેક અપ પણ કરાવાયુ હતુ અને તેમાં તેને કોઈ ખાસ ઈજા પહોંચી હોય તેવુ જાણવા મળ્યુ નહોતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-31 17:36:13

તેલ અવીવ: અત્યાર સુધી ગાઝા પર હવાઈ હુમલા કરનાર ઈઝરાયેલે હવે છેલ્લા કેટલાક દિવસોથી જમીન પર પણ કાર્યવાહી શરુ કરી છે. ઈઝરાયેલી સેનાના સૈનિકો ગાઝામાં ઘૂસીને લડાઈ લડી રહ્યા છે અને આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ હમાસના સકંજામાંથી પોતાની મહિલા સૈનિકને છોડાવી લીધી છે. આ મહિલા સૈનિક 23 દિવસથી હમાસના કબ્જામાં હતી. તેને છોડાવવા માટે સોમવારે ઈઝરાયેલની સેનાએ એક ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઓપરેશન સફળ થયુ છે અને સેના માટે આ બહુ મોટી સિધ્ધિ મનાઈ રહી છે.

મહિલા સૈનિકને 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયેલ પર કરેલા હુમલા દરમિયાન બંધક બનાવી હતી. સોમવારે જ્યારે આ મહિલા સૈનિકોનો પોતાના પરિવારજનો સાથે મેળાપ થયો ત્યારે હાજર રહેલા તમામ લોકોની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ હતી. આ મહિલા સૈનિકનુ નામ ઓરી મેગેડિશ છે. તેને છોડાવ્યા બાદ તેનુ મેડિકલ ચેક અપ પણ કરાવાયુ હતુ અને તેમાં તેને કોઈ ખાસ ઈજા પહોંચી હોય તેવુ જાણવા મળ્યુ નહોતુ. 

એક અનુમાન પ્રમાણે ઈઝરાયેલની સેના ગાઝાના ઉત્તરી વિસ્તારોમાં અંદર સુધી ઘૂસી છે અને આ વિસ્તારમાં ઈઝરાયેલી સેનાના બખ્તરબંધ વાહનો પણ પસાર થતા જોવા મળી રહયા છે. સેનાએ દાવો કર્યો છે કે, હમાસના સેંકડો આતંકીઓના સોમવારે ઢાળી દેવાયા છે. એવુ મનાઈ રહ્યુ છે કે, ઈઝરાયેલની સેના બીજા બંધકોને પણ આ જ રીતે છોડાવવા માટેની કોઈ યોજના બનાવી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post