• Home
  • News
  • સૌથી નસીબદાર બાળક:અમેરિકામાં જન્મથી જ કોરોના સામે લડનારા એન્ટિબોડી સાથે વિશ્વનું પ્રથમ બાળક જન્મ્યું
post

ફ્લોરિડામાં કોરોનાની વેક્સિન લેનાર મહિલાએ બાળકને જન્મ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-19 10:48:12

દુનિયામાં પહેલી વાર સત્તાવાર રીતે એવાં બાળકના જન્મની પુષ્ટી થઈ છે જેના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવ્યા છે. એન્ટિબોડી એટલે કે એવાં પ્રોટિન્સ જે શરીરના કોઈ વાઈરસ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

અહેવાલ અનુસાર કોઈ નવજાતના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવવાનો આ મામલો અમેરિકાના ફ્લોરિડામાં સામે આવ્યો છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ બાળકની ગર્ભનાળના લોહીની તપાસ કરી હતી.

યુનિવર્સિટીના નિષ્ણાત પોલ ગિલબર્ટ અને ચેડ રુડનિસે આ મામલે અભ્યાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમાં આ મામલે પુષ્ટી થઇ હતી. માહિતી અનુસાર બાળકની માતાને પ્રસૂતિનાં ત્રણ સપ્તાહ પૂર્વે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ અપાયો હતો. તેના પછી નક્કી 28 દિવસના અંતરાળે બીજો ડૉઝ અપાયો હતો. જોકે અભ્યાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે બાળકના લોહીમાં મળી આવેલા એન્ટિબોડીઝ તેને કોરોનાથી સુરક્ષિત રાખવામાં કેટલા અસરદાર સાબિત થશે?

 

adv

Related News

post
post
post
post
post
post
post