• Home
  • News
  • રાજસ્થાનના માહી બંધનું વહેણ 40 કિ.મી.માં ફેલાયું, અહીં 100 ટાપુ છે
post

માહી બેકવૉટર ક્ષેત્રમાં વહેલી સવારે વાદળો અને ટાપુઓના મિલનની પહેલીવાર આવી તસવીર ક્લિક કરાઈ છે. તેને જોઈને એવું લાગે છે કે, જાણે સ્વર્ગ ધરતી પર ઉતર્યું હોય!

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 12:15:43

રાજસ્થાનનો બાંસવાડામાં આવેલો માહી બંધ અત્યારે 281.25 મીટર સુધી છલોછલ ભરાઈ ગયો છે. અહીં રાજસ્થાનનું સૌથી લાંબુ 40 કિ.મી.માં ફેલાયેલું બેકવૉટર ક્ષેત્ર છે. અહીં નાના-મોટા કુલ 100 આઈલેન્ડ પણ છે, જે અહીંની સુંદરતામાં ઘણો વધારો કરે છે. એટલે બાંસવાડાને 100 ટાપુનું શહેર કહે છે. આ બેકવૉટર ક્ષેત્રમાં 112 ગામ છે, જે દક્ષિણ ભારતના કુદરતી સૌંદર્યની યાદ અપાવે છે.

ટ્રાવેલ એન્ડ લાઈફ સ્ટાઈલ કન્ટેન્ટ પ્લેટફોર્મ કર્લી ટેલદ્વારા કરાયેલા એક સરવેમાં બાંસવાડાને દેશનું છઠ્ઠું સૌથી સુંદર શહેર ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘બાંસવાડા સિટી ઓફ ધ હંડ્રેડ આઈલેન્ડના નામે ઓળખાય છે. ચોમાસામાં આ શહેર એક રહસ્યમય સ્વર્ગમાં ફેરવાઈ જાય છે. અહીં ચારેય તરફ પહાડો, ઝરણાં અને હરિયાળી જોવા મળે છે, જેને જોઈને લોકો ભૂલી જ જાય છે કે તેઓ એક રણપ્રદેશમાં છે.શિયાળામાં અહીં 265 પ્રજાતિના દેશીવિદેશી પક્ષીઓ આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post