• Home
  • News
  • ગુજરાતમાં ફિટનેસ બેલ્ટ-પ્રોડક્ટનું માર્કેટ 250 ટકા વધી રૂ. 1000 કરોડે આંબી જશે
post

કોરોના મહામારીના કારણે હેલ્થ પ્રત્યે જાગૃતિ વધતા ફિટનેસમાં ખર્ચનું પ્રમાણ વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:29:51

પહેલું સુખ તે જાતે નર્યા…. કહેવત અનુસાર કોરોના મહામારીએ મોટાભાગના લોકોને તંદુરસ્તી પ્રત્યે સાવધાનની પોઝિશનમાં લાવી દીધાં છે. જેના કારણે કોરોના બાદ હેલ્થ પ્રોડક્ટની માગમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે. જેમાં ફિટનેસ બેલ્ટ-વોચ-ગેજેટ્સની માગ 250 ટકા વધી ગઇ છે. ગુજરાતમાં ફિટનેસ પ્રોડક્ટનું માર્કેટ વર્ષના અંત સુધીમાં એક હજાર કરોડથી વધી જશે તેવો અંદાજ ઉત્પાદકો તથા વિક્રેતાઓએ દર્શાવ્યો છે. જે ગત વર્ષે માત્ર 375-400 કરોડનો હતો. કોરોના બાદ 75-80 ટકા લોકો પોતાની હેલ્થ પ્રત્યે સજાગ થયા છે. એટલું જ નહીં જીમ, ફિટનેસ સેન્ટર તથા ડોક્ટર્સની વિઝિટ ઘટાડીને ફિટનેસ બેલ્ટ બાંધી પોતાની હેલ્થની સંભાળ રાખવા માટે ફિટનેસ પ્રોડક્ટની ખરીદી મોટા પાયે કરી રહ્યાં છે. દેશમાં કુલ વેચાઇ રહેલી ફિટનેસ પ્રોડક્ટમાં 70 ટકાથી વધુ વર્ચસ્વ ચાઇનીઝ કંપનીઓનું રહેલું છે.

રેન્જ મુજબ ડિમાન્ડ

રેન્જ

ડિમાન્ડ

1000-25000

70%

25000-50000

20%

50000-100000

7%

એકલાખથી વધુ

3 %

​​​​​​દર પાંચમાંથી એકને ડાયાબિટીસ, ઓબેસિટી, હાર્ટ સંબંધી મુશ્કેલી...બીમારીને કાબૂમાં રાખવા ફિટનેટ જરૂરી

પાંચમાંથી એક વ્યક્તિ સ્ટ્રેસ, ડાયાબિટીસ, ઓબેસિટી, થાઇરોડ, હાર્ટને લગતી બીમારીનો સામનો કરી રહી છે જેના માટે ફિટનેસ બેલ્ટે હેલ્થ પ્રત્યે જાગૃત કર્યા છે. ફિટનેસ પ્રોડક્ટ તમને યાદ અપાવે છે કે તમારે ફિટનેસની જરૂરિયાત છે. દિવસ-મહિનાનો ટાર્ગેટ કરી તમારે ચાલવું જરૂરી છે. તમારા ટાર્ગેટ પૂર્ણ થાય છે કે નહીં તે જણાવે છે. હાર્ટબીટ્સ, પલ્સીસ, ઇસીજી જેવા પ્રકારની જાણકારી પૂરી પાડે છે.

75 ટકા ચીની પ્રોડક્ટનું વર્ચસ્વ, આયાતમાં ઘટાડો
ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાં ચાઇનીઝ પ્રોડક્ટનું વર્ચસ્વ હજુ પણ અકબંધ રહ્યું છે. હેલ્થ પ્રોડક્ટમાં લો બજેટ સેગમેન્ટમાં ચાઇનીઝ વસ્તુઓમાં ગ્રાહકોની મોટા પાયે માગ છે. ફિટનેસ બેલ્ટ, ગેજેટ્સ-વોચના કુલ વેચાણમાં 75 ટકાથી વધુ વેચાણ ચીનના માલોનું છે. ચીનથી આયાત પર નિયંત્રણ છતાં પ્રોડક્ટ વેચાઇ રહી છે.

ફિટનેસ બેલ્ટમાં ક્યા-ક્યા ફીચર્સની ઉપલબ્ધિ
હેલ્થ પ્રત્યે સજાગ બનેલા લોકોમાં ફિટનેસ બેલ્ટ આકર્ષણ જમાવી રહ્યાં છે. ફિટનેસ બેલ્ટમાં સ્ટેપ કાઉન્ટ, હાર્ટબીટ, પલ્સીસ, સાઇક્લિંગ, જિમિંગ, સ્લીપ ટ્રેકર, ઇસીજી વગેરે ફીચર્સ ઉપલબ્ધ છે સાથે ટાઇમિંગ, કોલ રીસીવિંગ, મેસેજ, વોટ્સઅપ તો ખરાં જ...

બ્લડસુગર ફિટનેસ બેલ્ટમાં ઉપલબ્ધ બનશે
આગામી ટૂંકાગાળામાં હવે શરીરમાં પંક્ચર કર્યા સિવાય ફિટનેસ બેલ્ટ મારફત જ બ્લડસુગરને પણ જાણી શકાશે. બ્લડસુગરની બીમારીથી પરેશાન દર્દીઓ માટે આ ફિટનેસ બેલ્ટ આશીર્વાદ રૂપ બનશે. આ ઉપરાંત આગામી સમયમાં અન્ય વધુ આકર્ષક ફીચર્સ સાથે કંપનીઓ મોડલ લોન્ચ કરશે.

·         70% ટ્રેડિશનલ વોચનું માર્કેટ ફિટનેસ બેલ્ટ આવતા ઘટ્યું

·         250% કોરોના બાદ ફિટનેસ બેલ્ટનું માર્કેટ વધ્યું

·         1000 કરોડથી વધુના ફિટનેસ પ્રોડક્ટનું વેચાણ થશે આ વર્ષે

ફિટનેસ બેલ્ટ આવતા ટ્રેડિશનલ વોચનું માર્કેટ 70 ટકા સુધી ઘટી ગયું
એમજી વીઆઇપી લોન્ઝના યતીન શાહના જણાવ્યા અનુસાર પાંચ વર્ષથી ફિટનેસ બેલ્ટનું માર્કેટ સતત વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી બમણાથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે તેની સામે ટ્રેડિશનલ વોચ માર્કેટમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. બ્રાન્ડેડ કંપનીઓ કે જે માત્ર ટ્રેડિશનલ વોચનું જ મેન્યુફેક્ચરિંગ-વેચાણ કરતી હતી તે પણ ફિટનેસ ફિચર્સ ઉમેરી માર્કેટમાં પ્રવેશી છે.

ફિટનેસ બેલ્ટ ખર્ચ નહીં, પરંતુ તે હેલ્થ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ છે
માસ્ટર ફિટનેસ ટ્રેનરના ફિઝ્યોથેરાપિસ્ટ ડો. પીનલ મશરુ ઠક્કરના જણાવ્યા અનુસાર 80 ટકાથી વધુ લોકો બેઠાડું જીવન, સ્ટ્રેસ, ઓબેસિટીથી પીડાઇ રહ્યાં છે માટે ફિટનેસ બેલ્ટ આવશ્ક છે. દૈનિક ધોરણે તમને યાદ અપાવે છે કે તમે કેટલું ચાલ્યા, તમારી હેલ્થ પ્રત્યે સજાગ રાખે છે. ફિઝયોથેરાપીસ્ટ, હેલ્થ ટ્રેનરનો સંપર્ક સાધી તેનો અમલ કરવાથી બિમારીઓને આવતી અટકાવે છે. ફિટનેસ બેલ્ટ ખર્ચ નથી પરંતુ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે તેમ કહેવું ખોટું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post