• Home
  • News
  • વુહાન કોરોનામુક્ત થયું / ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ
post

અધિકારીએ જાહેરાત કરી, છેલ્લો દર્દી શુક્રવારે સ્વસ્થ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:31:23

વુહાન: ચીનના જે શહેર વુહાનથી કોરોનાવાયરસ સંક્રમણની શરૂઆત થઇ હતી, ત્યાંની હોસ્પિટલોમાં અત્યારે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝીરો થઇ ગઇ છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની હોસ્પિટલોમાં હવે કોઇ પણ કોરોના સંક્રમિત દાખલ નથી. વુહાનમાં લોકડાઉન 8 એપ્રિલના હટાવવામાં આવ્યું હતું. આ શહેર 76 દિવસો સુધી લોકડાઉનમાં રહ્યું હતું. 

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મિ ફેંગએ બેજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેડિકલ વર્કર્સના કપરા પ્રયાસો અને લોકોની મહેનતથી આ સિદ્ધી મેળવી છે. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે વુહાનમાં કોરોનાવાયરસનો છેલ્લો દર્દી શુક્રવારે સ્વસ્થ થઇ ગયો હતો. 

હુબેઇ પ્રાંતમાં 50થી પણ ઓછા લોકો સંક્રમિત

અધિકારીઓએ જણાવ્યું કે હુબેઇ પ્રાંતમાં હવે 50થી પણ ઓછા લોકો સંક્રમિત છે. અહીં છેલ્લા 20 દિવસોમાં સંક્રમણનો કોઇ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી પાંચ કેસ બહારથી આવ્યા હતા જ્યારે બાકી 6 લોકલ ટ્રાન્સમિશનના છે. પાંચ લોકોને હેઇલોંગજિયાંગ પ્રાંતમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનનો આ પ્રાંત રશિયાથી જોડાયેલો છે. તેની રાજધાની હાર્બિન અને સુઇફેને શહેરમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના લીધે રશિયાની બોર્ડર બંધ કરવામાં આવી છે. 

લગાતાર 11 દિવસથી કોઇ મોત નહીં
ચીનમાં છેલ્લા 11 દિવસોથી કોઇ મોત નોંધાયું નથી. ચીનમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 82 હજાર 827 કેસ સામે આવ્યા છે જેમાં 4362 લોકોના મોત થયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post