• Home
  • News
  • તરૂણ ગોગોઈનું નિધન:ત્રણ વખત આસામના CM રહેલા ગોગોઈનું કોરોનાથી 86 વર્ષે નિધન, ઈન્દિરા ગાંધીથી નરસિંહ રાવના સમયગાળા સુધી કેન્દ્રની રાજનીતિમાં રહ્યાં
post

ગોગોઈ ઈન્દિરા ગાંધીના સમયમાં વર્ષ 1971માં પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 09:44:25

આસામના ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તરુણ ગોગોઈનું સોમવારે કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓ 86 વર્ષના હતા. કોરોનાને કારણે ગોગોઈ ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ હતા. ગોગોઈને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. પણ કોવિડ પછીના કોમ્પલિકેશનને કારણે તેમનું અવસાન થયું હતું. 50થી વધુ વર્ષ સુધીના રાજકીય જીવન દરમિયાન ગોગોઈ 6 વાર સાંસદ બન્યા હતા અને બે વાર કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા. તેમના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ પણ સાંસદ છે. ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ સાંજે 5 વાગ્યે અને 34 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેઓ ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહ્યાં છે.વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગોગોઈનું રવિવારે 6 કલાક સુધી ડાયલિસિસ કરવામાં આવ્યું, પરંતુ શરીરમાં ફરીથી ટોક્સિન જમા થઈ ગયું. જે બાદ તેમનું શરીર આ સ્થિતિમાં ન હતું કે બીજી વખત ડાયાલિસિસ કરવામાં આવે.

ઓગસ્ટમાં કોરોના થતાં 2 મહિનાથી હોસ્પિટલમાં હતા
ગોગોઈ 2 નવેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા. શનિવારે તેમની સ્થિતિ બગડતાં તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડ્યા હતા. 25 ઓગસ્ટના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની જાણ થતાં તેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાને પગલે અન્ય જટિલ સ્થિતિ સર્જાવાને લીધે છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલમાં રહ્યા બાદ 25 ઓક્ટોબરના રોજ રજા આપવામાં આવી હતી.

CM સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢમાં કાર્યક્રમ અધવચ્ચે છોડી ગુવાહાટી પરત ફર્યા
સોનોવાલે ટ્વીટ કરી માહિતી આપી છે. સોનોવાલે કહ્યું છે કે ગોગોઈ તેમના પિતા સમાન છે.

સૌથી લાંબા સમય સુધી આસામના CM રહ્યા
ગોગોઈનો જન્મ 1લી એપ્રિલ 1934ના રોજ થયો હતો. તેઓ વર્ષ 2001થી 2016 સુધી આસામના મુખ્યમંત્રી રહ્યા હતા. ગોગોઈએ કોંગ્રેસને સતત ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવી હતી. સૌથી લાંબા સમય સુધી આસામના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે.

ઈન્દિરાગાંધીના સમયમાં રાજકારણમાં આવ્યા હતા
ગોગોઈ ઈન્દિરા ગાંધીના સમયમાં વર્ષ 1971માં પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતા. રાજીવ ગાંધીના સમયમાં તેઓ વર્ષ 1985થી 1990 સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યા હતા. પીવી નરસિંહરાવના સમયમાં 1991થી 1996 સુધી ખાદ્ય અને ખાદ્ય ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્યમંત્રી રહ્યા હતા.

છ વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા
ગોગોઈ કુલ 6 વખત લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વર્ષ 1971થી 1985 ત્રણ વખત જોરહટથી સાંસદ રહ્યા છે. ત્યારબાદ 1991-96 અને વર્ષ 1998-2002 દરમિયાન સાંસદ રહ્યા. અત્યારે તેમની સીટ પરથી ગૌરવ ગોગોઈ સાંસદ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post