• Home
  • News
  • ભારતીય વાયુસેનાના Jaguar ફાઈટર જેટની તસવીર થઈ રહી છે વાયરલ, જાણો તેની તાકાત
post

ભારતમાં તેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવે છે. આ વિમાનના ઘણા વેરિએન્ટ્સ છે. કોઈને એક પાયલટ ઉડાવે છે. તો કોઈને 2 પાયલટ મળીને ઉડાવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 17:58:30

નવી દિલ્હી: આ તસવીર ભારતીય વાયુસેનાના જગુઆર ફાઈટર જેટની છે. જેને સેપેકેટ જગુઆર પણ કહેવાય છે. આને પહેલા બ્રિટિશ અને ફ્રાંસીસી વાયુસેના ઉપયોગ કરતી હતી. ભારતીય વાયુસેનામાં હજુ પણ આ સેવા આપી રહ્યુ છે. 1968થી 1981 સુધી દુનિયામાં કુલ 573 જગુઆર ફાઈટર જેટ બનાવવામાં આવ્યા. 

ભારતીય વાયુસેનાની પાસે 160 જગુઆર વિમાન છે, જેમાંથી 30 ટ્રેનિંગ માટે છે. તેનું મુખ્ય કાર્ય જ ગ્રાઉન્ડ એટેક કરવાનું છે. ભારતમાં તેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવે છે. આ વિમાનના ઘણા વેરિએન્ટ્સ છે. કોઈને એક પાયલટ ઉડાવે છે. તો કોઈને 2 પાયલટ મળીને ઉડાવે છે.

55.3 ફૂટ લાંબા વિમાનનું વિંગસ્પેન 28.6 ફૂટ છે જ્યારે ઊંચાઈ 16.1 ફૂટ છે. ટેકઓફના સમયે તેનું મહત્તમ વજન 15,700 કિલોગ્રામ હોય છે. જેમાં 2 રોલ્સ રોયસ ટર્બોમેકા અડોર એમકે.102ના એન્જિન લાગેલા છે. જેમાં 4200 લીટર ફ્યૂલ આવે છે. આ સિવાય 1200 લીટરના ડ્રોપ ટેંક્સ પણ લગાવવામાં આવી શકે છે.

નાના રનવે પર ટેકઓફ અને લેન્ડિંગની ખાસિયત

સમુદ્રી સપાટી ઉપર તેની મહત્તમ ગતિ 1350 કિલોમીટર પ્રતિકલાક છે. જ્યારે 36 હજાર ફૂટની ઊંચાઈ પર આ 1700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. તમામ ફ્યૂલ ટેન્ક જો ભરેલી હોય તો આ 1902 કિલોમીટરની રેન્જ કવર કરે છે. મહત્તમ 46 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ માત્ર દોઢ મિનિટમાં 30 હજાર ફૂટ પહોંચી જાય છે. તેની મોટી ખાસિયત હતી કે આ 600 મીટરના નાના રનવે પરથી પણ ટેકઓફ કે લેન્ડિંગ કરી લેતુ હતુ.

આમાં 30 મિલિમીટરના 2 કેનન લાગેલા છે, જે દર મિનિટે 150 ગોળીઓ દાગે છે. જેમાં કુલ મળીને 7 હાર્ડપોઈન્ટ્સ છે. 4 અંડર વિંગ, 2 ઓવર વિંગ અને એક સેન્ટ્રલ લાઈનમાં. આ 4500 કિલોગ્રામ વજનનું હથિયાર ઉઠાવીને ઉડાન ભરી શકે છે. જેમાં 8 Matra રોકેડ પોડ્સની સાથે 68 મિલિમીટરના 18 SNEB રોકેટ લાગી રહે છે. 

આમાં એક એન્ટી-રડાર મિસાઈલ, 2 હવાથી હવામાં માર કરનારી AIM-9 સાઈડ વિંડર મિસાઈલ, RudraM-1 એન્ટી-રેડિએશન મિસાઈલ, હાર્પૂન એન્ટી-શિપ મિસાઈલ, સી-ઈગલ એન્ટી-શિપ મિસાઈલ, પ્રેસિશન ગાઈડેડ મ્યૂનિશન, સ્માર્ટ એન્ટી-એરફીલ્ડ વેપન, ઘણા પ્રકારના ગાઈડેડ કે અનગાઈડેડ બોમ્બ, પરમાણુ બોમ્બ લગાવવામાં આવી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post