• Home
  • News
  • કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પત્નીને કિસ કરતા પોસ્ટ કરી તસવીર, કોમેન્ટનો થયો વરસાદ
post

Justin Trudeau Kissing Photo With Wife: પોતાના લગ્નની 16મી વર્ષગાંઠ પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ પત્ની સોફીની સાથે કિસ કરતી તસવીર પોસ્ટ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-29 17:01:05

ટોરેન્ટોઃ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પોતાના લગ્નની 16મી વર્ષગાંઠ અનોખી રીતે મનાવી છે. પીએમ ટ્રૂડોએ પોતાની પત્ની સોફીની સાથે કિસ કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીરની સાથે ટ્રૂડોએ લખ્યુ છે કે મારા પ્રેમ તમને લગ્ન વર્ષગાંઠની ખુબ-ખુબ શુભેચ્છા. મારી તરફથી કામના છે કે તમારો દરેક દિવસ રોમાંચ ભર્યો હોય. સોફી હું તને ખુબ પ્રેમ કરુ છું. 

આ તસવીર બાદ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. અત્યાર સુધી અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જીવનના 49 વર્ષ પસાર કરી ચુકેલા જસ્ટિન ટ્રૂડો અને 46 વર્ષીય પત્નીની આ સુંદર જોડી પ્રથમવાર બાળપણમાં કેનેડાના મોંટ્રિયલ શહેરમાં મળ્યા હતા. જ્યાં સોફી જસ્ટિન ટ્રૂડોના નાના ભાઈના ક્લાસમાં અભ્યાસ કરતી હતી. 

વર્ષ 2005માં ટ્રૂડોએ સોફી સાથે કર્યા હતા લગ્ન
વર્ષ 2003માં બન્નેની એકવાર ફરી એક ચેરિટી કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. થોડા સમય બાદ તેણે ડેટિંગ શરૂ કરી દીધુ. અંતે વર્ષ 2005માં ટ્રૂડોએ મોંટ્રિયલમાં સોફી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બન્નેને ત્રણ બાળકો છે. ટ્રૂડો લગ્નના આટલા વર્ષો બાદ પણ હંમેશા સોફીની સાથે પોતાના અતૂટ પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા રહે છે. 

સોફી એક ટીવી એન્કર રહી ચુકી છે. હવે તે ચેરિટી કાર્યક્રમ કરતી રહે છે. ખાસ કરીને તે મહિલાઓ અને બાળકોના મુદ્દે કામ કરે છે. તેણે પાછલા વર્ષે એક ગીત પણ ગાયુ હતું જેની ખુબ પ્રશંસા થઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post