• Home
  • News
  • મહિલા અનામત બિલ અંગે બોલતાં RJD નેતાની જીભ લપસી, ચોતરફી ટીકા થતાં માફી માગવી પડી
post

ચોતરફી ટીકાઓ સહન કર્યા બાદ ખેદ વ્યક્ત કરતાં સિદ્દીકીએ કહ્યું કે ગામડામાં સેંકડો મહિલાઓ રેલીમાં સામેલ થઈ હતી. તેમને સમજાવવા માટે આ ભાષાનો પ્રયોગ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:14:20

પટના: મહિલા અનામત બિલ અંગે લાલુ યાદવ (Lalu Yadav) ની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકી (Abdul Bari Siddiqui) એ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે. 

શું બોલ્યા સિદ્દીકી? 

બિહારના મુજફ્ફરપુરમાં જાગૃકતા સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે મહિલા અનામતમાં અતિ પછાત, પછાત અને અન્ય લોકોનો પણ ક્વૉટા નક્કી કરી દો તો સારું રહેશે નહીંતર મહિલાના નામે પાઉડર, લિપસ્ટિક અને બોબ કટવાળી મહિલાઓ આવી જશે નોકરીઓમાં તો શું તમારી મહિલાઓને હક મળશે?  સિદ્દીકીએ આગળ કહ્યું કે દેશમાં મહિલાઓને રિઝર્વેશન જાતિ, પછાત, અતિ પછાતના આધારે મળવું જોઈએ. 

ભાજપે કર્યા વળતા પ્રહાર 

રાજદ નેતા સિદ્દીકી આ નિવેદનને કારણે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ભાજપના નેતા કૌશલ કિશોરે કહ્યું કે આ નીચલી કક્ષાની માનસિકતાનું ઉદાહરણ છે. ચૂંટણી જીતીને સંસદ પહોંચનાર મહિલાઓ ન ફક્ત મહિલાઓના અધિકારો પણ પ્રજા તથા દરેક સામાન્ય વ્યક્તિના અધિકારોને આગળ રાખે છે. ગાડીના બે પૈડાની જેમ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ અને પુરુષો સાથે મળીને કાયદો બનાવવા કામ કરશે. 

સિદ્દીકીએ પછી માફી માગી

ચોતરફી ટીકાઓ સહન કર્યા બાદ ખેદ વ્યક્ત કરતાં સિદ્દીકીએ કહ્યું કે ગામડામાં સેંકડો મહિલાઓ રેલીમાં સામેલ થઈ હતી. તેમને સમજાવવા માટે આ ભાષાનો પ્રયોગ કર્યો હતો. મારો ઉદ્દેશ્ય કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કોઇને મારી ભાષાને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. 

adv

Related News

post
post
post
post
post
post
post