• Home
  • News
  • ડોલર સામે રૂપિયો 77.17ની સૌથી નીચલી સપાટીએ પટકાયો
post

સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-09 10:33:41

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલ વચ્ચે અમેરિકન ડોલરની માંગ વધી રહી છે. શેરબજાર અને કોમોડિટીમા વેચવાલી છે અને ડોલર વધુ રહ્યો છે. આ સ્થિતિમાં આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. 

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે 

શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post