• Home
  • News
  • સેમસંગ ગેલેક્સી F14 સ્માર્ટફોન 8 ઓક્ટોબરે લોન્ચ થશે, આ ફીચર્સથી સજ્જ હોઈ શકે છે સ્માર્ટફોન
post

ફોનની કિંમત 15,999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:49:43

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ગેલેક્સી F સિરીઝનો નવો સ્માર્ટફોન ભારતમાં 8 ઓક્ટોબરે લોન્ચ કરશે. કંપનીએ ફોનનાં લોન્ચિંગનું ટીઝર પેજ ફ્લિપકાર્ટ પર રિલીઝ કર્યું છે અને ટ્વીટ કરી ફોનનાં લોન્ચિંગની માહિતી આપી છે.

ગેલેક્સી F14’ સ્માર્ટફોનનું લોન્ચિંગ 8 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે થશે. ટીઝર પેજ મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા, વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, 6000mAhની બેટરી અને sAMOLED ડિસ્પ્લે મળશે. સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

ફોનનાં ફીચર્સ લીક થયાં
ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલના લીક રિપોર્ટ અનુસાર, ગેલેક્સી F14માં ઓક્ટાકોર એક્સીનોસ 9611 પ્રોસેસર અને 6GBની રેમ મળશે. ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે અને USB ટાઈપ-સી પોર્ટ મળી શકે છે. આ મિડરેન્જ સ્માર્ટફોનની કિંમત 15થી 20 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ફોનનાં બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

ગેલેક્સી F14’નાં સ્પેસિફિકેશન
લીક મીડિયા રિપોર્ટ અનુસાર ફોનમાં 6.5 ઈંચની sAMOLED ઈન્ફિનિટી U ડિસ્પ્લે મળશે. ફોન સેમસંગ એક્સીનોસ 9611 ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. ફોનનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનમાં 6000mAhની બેટરી મળશે. ફોનની કિંમત 15,999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post