• Home
  • News
  • જે વિજ્ઞાનીએ લૉકડાઉનની સલાહ આપી હતી, તેણે જ લૉકડાઉનનો ભંગ કરતાં રાજીનામું આપવું પડ્યું
post

પ્રોફેસર ફર્ગ્યુસને લૉકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:50:53

લંડન: બ્રિટનમાં જે વૈજ્ઞાનિકે લૉકડાઉનની સલાહ આપી હતી, તેમણે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. 51 વર્ષીય નીલ ફર્ગ્યુસન બ્રિટનના ટોપ કોરોના સાયન્ટિસ્ટ છે. મહામારી મામલે તેઓ પીએમ જૉનસનના પ્રમુખ સલાહકાર હતા. તેમણે જ પીએમને સલાહ આપતા બ્રિટનમાં 23 માર્ચથી લૉકડાઉન લાગુ કરાયું હતું. આ કારણે તેમને પ્રોફેસર લૉકડાઉનના નામે ઓળખતા.

મને આમ કરવાનો અફસોસ છે: પ્રોફેસર ફર્ગ્યુસન

રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ફર્ગ્યુસને લૉકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમણે 2 વખત ગર્લફ્રેન્ડને ઘરે આવવા મંજૂરી આપી હતી. જોકે નીલે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે,‘મને આમ કરવાનો અફસોસ છે. સંક્રમણને રોકવા સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપી રહી છે અને મે તેનો ભંગ કર્યો છે.અત્યારસુધીમાં બ્રિટનમાં 1,94,990 લોકો કોરોના પોઝિટિવ છે, જ્યારે 29,427 લોકોનું મોત થઈ ચૂક્યા છે.


સરકાર અને WHOને સલાહ આપે છે સંસ્થા
નિયમ તોડવા અંગે નીલે કહ્યું કે, તે સાઈન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીના પદ પરથી હટી રહ્યાં છે. તેઓ સેન્ટર ફોર ગ્લોબલ ઈન્ફેક્શસ ડિઝિસ એનાલિસિસના ડિરેક્ટર છે. બીબીસી અનુસાર, આ સંસ્થાએ જાન્યુઆરીમાં વિશ્વને કોરોનાના જોખમથી બચવા ચેતવ્યા હતા. આ સંસ્થા સરકારો અને WHOને આફ્રિકામાં ઈબોલાથી લઈ કોરોના મહામારી વિશે સલાહ આપતી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post