• Home
  • News
  • સેન્સેક્સ પ્રથમ વખત 49,700ને વટાવી ગયો, નિફ્ટી 14,600ને પાર; ભારતી એરટેલ, ONGCના શેર વધ્યા
post

ટાઈટન કંપની, TCS, HCL ટેક, કોટક મહિન્દ્રા, ડો. રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:11:36

ભારતીય શેરબજારોમાં આજે પણ તેજી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પ્રથમ વખત 49,700ને પાર ખૂલ્યો છે. સવારે 10 કલાકે સેન્સેક્સ 215 અંક વધી હાલ 49,732 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 75 અંક વધી 14,638 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ભારતી એરટેલ, ONGC, SBI, M&M, NTPC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલ 5.39 ટકા વધી 596.25 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 3.82 ટકા વધી 107.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાઈટન કંપની, TCS, HCL ટેક, કોટક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 1.18 ટકા ઘટી 1509.25 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.91 ટકા ઘટી 3144.00 પર કારોબાર કરી રહ્યો છે.

સરકારી બેન્કોના શેરમાં જોરદાર ખરીદી
NSE
પર નિફ્ટી ઈન્ડેક્સ 67.45 અંક વધી 14630.90 પર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ઓટો, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 1-1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ સિવાય PSU બેન્ક ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બીજી તરફ, FMCG, ફાર્મા અને IT ઈન્ડેક્સ સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં ફલેટ કારોબાર
કોરોના વેક્સિનને લઈને સતત પોઝિટિવ સમાચારોની વચ્ચે વૈશ્વિક બજારોમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. બુધવારે એશિયાઈ બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.50 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે હેંગસેંગ, નિક્કેઈ અને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાનાં બજારોમાં સુસ્તી રહી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ 0.28 ટકા વધી બંધ રહ્યો હતો, જ્યારે યુરોપનાં બજારોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

ગઈકાલે રેકોર્ડ સ્તરે બંધ થયા હતા ઘરેલું શેરબજાર
ગઈકાલે સેન્સેક્સ 249.79 અંક વધી 49,517.11 પર બંધ થયો હતો. મંગળવારે બજારની તેજીમાં બેન્કિંગ અને ઓટો શેર સૌથી આગળ રહ્યા હતા. તેમાં સૌથી વધુ ખરીદી સરકારી બેન્કોના શેરોમાં નોંધાઈ હતી. આ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 78.70 અંક વધી 14,563.45 પર બંધ થયો હતો. તેમાં ટાટા મોટર્સના શેર 8 ટકા વધી બંધ થયો હતો. NSDLના જણાવ્યા મુજબ, 2021માં ઈક્વિટી માર્કેટમાં 12 જાન્યુઆરી સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ 13771 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post