• Home
  • News
  • સેન્સેક્સ 629 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટીએ ફરી 11400ની સપાટી ક્રોસ કરી
post

શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શેરબજારો સહિતના બજારો બંધ રહેશે: ફાઇનાન્સ, બેન્ક, મેટલ, રિયાલ્ટી અને ટેલિકોમમાં તેજીનો ટંકાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:23:03

બીએસઇ સેન્સેક્સે ઓક્ટોબરમાં 629 પોઇન્ટના ઉછાળા સાથે ખાતું ખોલાવ્યું છે. 342 પોઇન્ટના ગેપઅપથી ખુલી ઉપરમાં 666 પોઇન્ટ સુધી ઉછળી છેલ્લે 629.12 પોઇન્ટના સુધારા સાથે 38697.05 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ બેન્કિંગ, ફાઇનાન્સ, ટેલિકોમ, ઓટો, મેટલ, રિયાલ્ટી, આઇટી- ટેકનોલોજી તેમજ સ્મોલ-મિડકેપ્સમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. નિફ્ટી-5011400 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવા સાથે 169.40 પોઇન્ટ વધી 11416.95 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. દરમિયાનમાં શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શેરબજારો સહિતના મુખ્ય બજારો બંધ રહેશે. તે જોતાં માર્કેટમાં હવે 3 દિવસનું મિનિ વેકેશન રહેશે.

ફાઇનાન્સ ઇન્ડેક્સ 3.03 ટકા, ટેલિકોમ 2.02 ટકા, ઓટો 0.75 ટકા, બેન્કેક્સ 3.73 ટકા, રિયાલ્ટી 1.85 ટકા, ટેકનોલોજી ઇન્ડેક્સ 1.19 ટકા અને સ્મોલકેપ-મિડકેપ 0.75 ટકા આસપાસ સુધર્યા હતા. સેન્સેક્સ પેકની 30 પૈકી 25 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક 12.41 ટકાના ઉછાળા સાથે 592.10 બંધ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ 5.09 ટકા, એક્સિસ બેન્ક 4.44 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 4.02 ટકા અને ટેકમહિન્દ્રા 3.91 ટકા સુધર્યા હતા.

સપ્ટેમ્બરમાં પ્રોત્સાહક ઓટો સેલ્સ, પોઝિટિવ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ડેટા, અનલોક-5 માટેની ઉદાર ગાઇડલાઇન્સ જારી કરતાં ઇકોનોમિને બૂસ્ટર મળશે, જીએસટી કલેક્શન પણ વધી રૂ. 95480 કરોડે પહોંચ્યું હોવાના સમાચારો જેવાં સંખ્યાબંધ પોઝિટિવ ફેક્ટર્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં ઓક્ટોબર માસનો પ્રારંભ તેજીના ટોને થયો છે.

ફાઇનાન્સમાં ફેન્સી

કંપની

બંધ

સુધારો

બિરલા મની

43.8

11.17%

ઇક્વિટાસ

53.55

6.36%

મન્નાપુરમ

166.5

6.05%

M&M ફાઇ.

129.55

5.24%

ડોલર સામે રૂપિયો 63 પૈસા ઉછળ્યો

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે 63 પૈસાના ઉછાળા સાથે રૂ. 73.13ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન રૂપિયાની રેન્જ 73.07/ 73.60 વચ્ચેની રહી હતી. ઇન્ટરનેશનલ ક્રૂડ બેરલદીઠ 0.76 ટકા ઘટી 41.98 ડોલર આસપાસ મૂકાતું હતું.

ટોકિયો સ્ટોક એક્સચેન્જમાં સોદા ઠપ્પ
જાપાનના ટોકિયો સ્ટોક એક્સચેન્જમાં ગુરુવારે હાર્ડવેરની ખામીના કારણે આખો દિવસ સોદા ઠપ થઇ ગયા હતા. વિશ્વના ત્રીજા ક્રમના સ્ટોક એક્સચેન્જે આખા દિવસની મથામણના અંતે 1999માં ફુલ્લી ઇલેક્ટ્રોનિક મોડમાં ગયા પછી સૌપ્રથમ વાર સર્જાયેલી ખામીના કારણે એક્સચેન્જ હવે શુક્રવારે શરૂ થઇ શકશે તેવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post