• Home
  • News
  • 'તાંડવ'થી લઈ 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત જાન્યુઆરીમાં આ સિરીઝ ને ફિલ્મ રિલીઝ થશે
post

ધ વ્હાઈટ ટાઈગર ન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક પર આધારિત ફિલ્મમાં સમાજની અમીરી-ગરીબીની વાત કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 12:13:11

પૉલિટિકલ ડ્રામા 'તાંડવ' તથા 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત આ મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર ઓરિજિનલ કન્ટેન્ટ લઈને આવશે, જેમાં પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાન જેવા બિગ સ્ટાર્સની પણ સિરીઝ સામેલ છે. જાણીએ જાન્યુઆરીમાં કઈ સિરીઝ રિલીઝ થશે.

તાંડવ
પ્લેટફોર્મઃ એમેઝોન પ્રાઈમ વીડિયો
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, કૃતિકા કામરા, ગૌહર ખાન, સુનીલ ગ્રોવર, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા

અલી અબ્બાસની અપકમિંગ વેબ સિરીઝ 'તાંડવ' 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ એક પૉલિટિકલ ડ્રામા છે, જેમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ જોવા મળશે. ફિલ્મમાં રાજકીય રહસ્યોની વાત કરવામાં આવી છે. 'તાંડવ'ના કુલ 9 એપિસોડ છે.

વાન્ડા વિઝન
પ્લેટફોર્મઃ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ એલિઝાબેથ ઓલસન, પૉલ બટાલી

2019માં રિલીઝ થયેલી લોકપ્રિય ફિલ્મ 'એવેન્જર એન્ડ ગેમ' તથા 'સ્પાઈડર મેનઃ ફાર ફ્રોમ હોમ' પછી માર્વલ પોતાની પહેલી સિરીઝ 'વાન્ડા વિઝન' લઈને આવ્યું છે. ફિલ્મમાં સુપરહીરો કેરેક્ટર વાન્ડા મેક્સીમૉફ તથા વિઝનની વાત છે. તેઓ પોતાના સુપર પાવર્સ છોડીને આઈડલ જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેમને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

ઝિદ
પ્લેટફોર્મઃ ઝી5
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અમિત સાધ, સુશાંત સિંહ, અમૃતા પુરી, અલી ગોની, ગગન રંધાવા, પ્રીત કરણ પહવા​​​​​​​

આ સિરીઝ કારગિવ વૉરના હીરો મેજર દીપ સિંહ સેંગરના જીવન પર આધારિત છે. કારગિલ વૉરમાં ગોળી વાગવાને કારણે મેજર દીપ સિંહના શરીરનો નીચલો હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, તેમણે હાર માની નહીં. બોની કપૂર આ સિરીઝના પ્રોડ્યૂસર છે. આ સિરીઝથી તેઓ વેબ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરે છે.

ધ વ્હાઈટ ટાઈગર
પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ પ્રિયંકા ચોપરા, રાજકુમાર રાવ, આદર્શ ગૌરવ

ન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક પર આધારિત આ ફિલ્મમાં સમાજની અમીરી-ગરીબીની વાત કરવામાં આવી છે. ડિરેક્ટર રમિન બહરાની છે. પ્રિયંકા ચોપરા કો-પ્રોડ્યૂસર છે.

ફેટઃ ધ વિંક્સ સાગા
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અબિગેલ કોવેન, ડેની ગ્રેફિન, હેના વાન, એલિસા, ફ્રેડી થ્રોપ, પ્રીશિયસ મુસ્તફા

2004માં આવેલો શો 'વિંક્સ ક્લબ'માંથી પ્રેરિત થઈને આ સિરીઝ બનાવવામાં આવી છે. સિરીઝમાં અબિગેલે બૂમનું પાત્ર ભજવ્યું છે, જે નવા લોકોની વચ્ચે પોતાના ડેન્જર મેજિકલ પાવરને કંટ્રોલ કરવાની ટ્રેનિંગ લે છે. આ સિરીઝના કુલ 6 એપિસોડ છે.

adv

Related News

post
post
post
post
post
post
post